________________
૧૬૨
નવયુગના જૈન
છાપ પાડી જશે. એ જગતની પરવા ન કરનારા, આત્મારામમાં રમનારા અને સાધ્યને અનુલક્ષીને પેાતાને ફાવે તેવા કાર્યક્રમ કરનારા થશે. એ ક્રિયાઅનુષ્ઠાન પણ અમુક વખતે મનમાં આવે તેમ કરશે,એનું ચારિત્ર-વન અતિ વિશિષ્ટ અને એને જોતાં નવી પરસ્થિતિના ઉમળકા આવે એવી એની નિઃસ્પૃહતા થશે. આ વ આનંદશ્ર્વન જેવા યાગીને મળતા આવશે.
સાધુઓના ખીજો વર્ગ તત્ત્વજ્ઞાની થશે. એ પરિપૂર્ણ વૈરાગ્યવાન, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બતાવનાર, સંસારથી પરાર્મુખ, તત્ત્વજ્ઞાનના અભ્યાસી, વિશિષ્ટ વ્યાખ્યાતા અને જનતા પર છાપ પાડનાર થશે. એને અભ્યાસ શાસ્ત્રના ગ્રંથા ઉપરાંત વિજ્ઞાન ઇતિહાસ અને બીજા અનેક વિષયામાં હશે. તે બહુશ્રુત થશે, ગીતા હાઈ ધુરા વહન કરવા સમર્થ થશે. અને રચનાત્મક રીતે સમાજને ચલાવતાં આવડશે. એ સામાજિક કાર્યોમાં સલાહ આપવાનું કામ કરશે, શાસનને અંગે સાધુને અધ્યયન કરાવશે અને અનેક શેાધખાળ પ્રેરશે, કરશે અને ઉપદેશ રૂપે વ્યાખ્યાને ભાષા જાહેરમાં આપશે. એનેા આદા અતિ વિશાળ રહેશે. એ જેન દર્શનનું વિશાળ સ્વરૂપ સમજશે, અને સમજશે તેવું જનતાને બતાવશે. એ તદ્દન નિરીહ નિરાભિમાની અને મનોવિકાર પર વિજય કરવા તત્પર, જિતેંદ્રિય અને તપ ત્યાગના આદા થશે. શ્રી વીરપરમાત્માના સંદેશા જગતભરમાં પહેાંચાડવાનું પોતાનું કવ્યુ તે સમજશે અને સનાતન શુદ્દે જૈનત્વના આશયા શેાધી કાઢી અધિકાર પ્રમાણે સને યાજશે. એ સેવાભાવી થશે અને સેવાભાવ અનેક પ્રકારે આચરવાનો જૈન આદર્શ તે વ્યક્ત કરી બતાવશે. એક’ચનકામિનીના સથા બરાબર ત્યાગી બનશે. એ ગૃહરથને આધીન કદી નહિ થાય. એને પોતાનું વર્તુળ જમાવવાની ભાવના નહિ થાય. એનામાં ખટપટ દ ભ કે વિલાસનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com