________________
નવયુગને જૈન
નવયુગને થશે, અરસ્પર વર્ષો સુધી લડ્યા અને શક્તિને દુરુપયોગ કર્યો તે માટે અંતરવેદનાથી પરસ્પર ક્ષમાપન કરશે અને પ્રત્યેકને ક્રિયામાર્ગને અંગે તેની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ આપી એક એવારે પાણી પીશે, એક મૂળ પુરુષના નામને જયવનિ કરશે અને એક વ્યાસપીઠ પર બેસી શાંતિ અને અહિંસાના, તપ અને સંયમના, શ્રમણ દશાના અને શ્રાદ્ધ દશાના સંદેશાઓ જગતને પહોંચાડી “શિવમસ્તુ સર્વ જગત , પરહિતનિરતા ભવંતુ ભૂતગણા ; દષા પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખીભવતુ લોકાઃ' એ સૂત્રને સાક્ષાત્કાર કરાવવા મિત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થનું જગતને પાન કરાવશે.
સંગઠનનાં પરિણામ (૧) આખી જેન કેમનું અંદર અંદર સંગઠન કર્યો પછી નવયુગ બેસી નહિ રહે. એ સંગઠનને મજબૂત કરવા એક નિયમાવલિ ઘડશે. પ્રત્યેક તિપિતાના ફીરકાને આધીન રહે અથવા અરસ્પરસ ગમે ત્યાં જાય છે તેની બુદ્ધિ પર રાખવામાં આવશે. નિયમાવલિમાં શિસ્ત માટે વ્યવસ્થા રાખવામાં આવશે. ભવિષ્યમાં શક્ય લાગતાં વૈમનસ્યના પ્રસંગો માટે અગમચેતી વાપરી વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ મતભેદના પ્રસંગોમાં લવાદીને ઉપયોગ કરવાનું ઠરાવવામાં આવશે અને આખી યોજના વ્યવહારુ અને વ્યવસ્થિત ગોઠવવામાં આવશે. સંગઠન કાયમ રહે તે માટે પૂરતી ચીવટ અને સંઘર્ષણના શક્ય પ્રસંગેના નિવારણ માટે ખૂબ બુદ્ધિવ્યય કરવામાં આવશે. હૃદયને પ્રેમ દિવસાનુદિવસ વધતો જશે અને ભૂતકાળમાં કંકાસથી કેટલું નુકસાન થયું છે તેના દાખલાઓ સામે રહેવાથી અનિષ્ટ પ્રસંગે કદાચ આવી પડશે તે વાત્સલ્યભાવે, બંધુભાવે, સમાજહિતની નજરે તેને પ્રતિકાર કરવામાં આવશે. આવી રીતે ફિરકાઓ અને ગો વચ્ચેના સંગઠનને વાંધો ન આવે અને કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com