________________
પ્રકરણ ૧૪મું
૧૫૫
પ્રાંત પ્રાંતના તફાવતને આ રેલવે, તાર, ટેલીફેન, મેટરના યુગમાં કાંઈ અર્થ છે? છતાં એ કાળના જરીપુરાણા તફાવતો તમે શા માટે ચલાવી રાખ્યા છે?
જે જૈને એક પંક્તિએ જમી શકે તે કન્યાવ્યવહાર શા માટે ન કરી શકે એનું શાસ્ત્રસંમત કાંઈ કારણ બતાવશો?
જૈનમાં જ્ઞાતિભેદ હોઈ શકે? જૈન થાય તે સર્વને પ્રભુમંદિર ખુલ્લાં હોય તે સંઘજમણ કેમ ખુલ્લાં ન હોય?
અન્ય કામનું એક સૂત્ર છે “ધર્મથી રૂઢિ બળવાન છે.” ધર્મા ઢી વસ્થિતી આ સૂત્ર તમારે માન્ય છે? તમે અધાર્મિક રૂઢી અને ધર્મ સિદ્ધાંત વચ્ચે વિરોધ હોય તે કોને માન આપો? ખૂબ વિચારીને જવાબ આપશે. ગૂંચવણમાં પાડી નાખે એવો આ સવાલ છે. ખાસ વિચાર કરજે, બન્ને જવાબમાં તમે જોખમમાં છે તે ખૂબ વિચારજો અને જવાબ આપતી વખતે તમે જૈન છે એ વાત જરા પણ વિસરતા નહિ.
આ આખા ઈતિહાસને ખૂબ લંબાવી શકાય તેમ છે, નવયુગ પાસે પુરાણપ્રિય મિત્રોને અનેક રીતે શરમમાં નાખે તેવા પાર વગરના પ્રસંગે છે. આપણે અહીં અટકી જઈએ. નાની નાની કેમેએ ધર્મને નામે વેપાર કર્યો છે, પ્રતિસ્પર્ધી પણના તત્ત્વને ખૂબ અવકાશ આપ્યો છે અને જૈનસમષ્ટિ શરીરને પ્રત્યેક યુગે આઘાત પહોંચાડ્યો છે. એ કરુણકથા બંધ કરીએ.
નવયુગ એક સપાટે આ સર્વ પ્રત્યવાય તેડી નાખશે.
કોઈ પણ જૈન તે પિતાનો બંધુ અને વ્યવહાર કરવા યોગ્ય. એ વિશા દશાના ભેદ, નાની નાની ન્યાતના ભેદે તે પ્રથમ ઝપાટે કાપી નાખશે અને પ્રાંત પ્રાંતના ભેદને પી જશે. એના વિરૂદ્ધ ઉકળાટ તે ક્યારે શરૂ થઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com