________________
કર
નવયુગને જૈન ઉપાશ્રયમાં કે જેનોનાં ઘરમાં ગૂંગળાવી નહિ નાખે પણ એનું વ્યવહારુ સ્વરૂપ રજુ કરી દુનિયાને ગળે ઉતારશે.
અહિંસાને અંગે જૈનેના સંબંધમાં જે ખોટી સમજુતી અન્યત્ર ફેલાવવામાં આવેલી છે, તેમને માંકડ ચાંચડના પિષનારા માનવામાં આવે છે, તેઓને ગંદા ગણવામાં આવે છે તે સર્વ નવયુગને જૈન દૂર કરશે. એમાં એ ભારે કુનેહ બતાવશે. સમજાવટના પ્રયોગો, સ્વચ્છતાના સિદ્ધાંત, સુઘડતાના નિયમો વગેરેને એ આરોગ્યની દષ્ટિએ એ સુંદર ઉપયોગ કરશે અને સામાન્ય બાબતેને એ નવયુગમાં એવું સુંદર રૂપ આપશે કે અત્યારે ટીકાપાત્ર થતી કોમ અને વગેવાતા ધર્મ વિવેકના ઉચ્ચ સિંહાસન પર બેસશે. અભ્યાસ, સેવાભાવ, આવડત, દક્ષતા અને ચીવટને પરિણામે અહિંસાના માનવંતા આદર્શને માનવજાતિનો આદર્શ બનાવવાનું કાર્ય બહુ સરળતાથી, સફતથી અને અંતરની ઉર્મિથી કરશે અને જગત તેને ગ્ય આકારે આનંદપૂર્વક વધાવી લેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com