________________
w
~-~~-~~~
~ ........ ........
* * *
*
* *-
-
*--
નવયુગને જૈન કોઈનામાં સૌજન્ય, વિવેક, ઉદારતા, મધ્યસ્થતા, દયા, સત્યવક્તત્વ આદિ ગુણ જોઈ તેની સેવા કરવી, એ ગુણ છે એમ વિચારી પ્રસંગ પ્રાપ્ત થયે એને હરકોઈ પ્રકારે ઉપયોગી થવું એ નવયુગમાં વિવેચક દષ્ટિપૂર્વક આવશે. ગુણને ઓળખવાનું તેનું ધોરણ વધારે આકરું રહેશે. દુનિયાના ઉપદેશક હોવાનો દાવો કરનારને એ પ્રાકૃતજનને ત્રાજવે નહિ તળે. એનું તેલ કરવાનું ધોરણ સ્વભાવતઃ ઊંચું રહેશે અને ગુણની શોધનવૃત્તિ એની સવિશેષ થશે, દીર્ઘ થશે અને ઊંડી ઉતરનારી થશે. પણ એની સાથે એક કચવાટ થાય તેવી સ્થિતિ પણ જરૂર ઊભી થશે. એ દંભટૅગને જરા પણ માન નહિ આપે. એ એવા દંભીને પક્ષપાત તે નહિ કરે, પણ એવાને ઊઘાડા પાડવાની પિતાની ફરજ સમજશે. ખાસ કરીને સમાજના આગેવાને, ઉપદેશકે કે હોદ્દેદારે બેલવામાં મોટી મોટી વાત કરનારા હશે અને વર્તનમાં શૂન્ય અથવા શૂન્યથી પણ નીચા હશે તે તેને તેઓ ચલાવી નહિ લે. ધર્માધ્યક્ષને હોદ્દો ભોગવનાર કામણમણ કરે, વશીકરણ કરે, કાવાદાવા કરે, અનુયાયી વર્ગને અથડાવી મારવાની રમતો રમે એ નવયુગ કદી નહિ સાંખે. એટલે એ દંભી, ઢેગી, વેશધારી, કપટી અથવા ખાલી ભપકાદાને, અંતરના વળ વગરનાં ઉપર ઉપરનાં ભાષણ–વ્યાખ્યા કરનારાને જરા પણ નભાવી નહિ લે. બાકી
જ્યાં શમ સંવેગાદિ સાચા ગુણો જોશે, ખરે ત્યાગ કે ત૫ જશે, હૃદયને વૈરાગ્ય અને તેને અનુરૂપ જીવન જેશે ત્યાં એ ઝૂકી પડશે અને તેવા ગુણની સેવા કરવામાં પોતાની જાતને ભાગ્યશાળી સમજશે. સાચા ગુણ તરફ નવયુગની વિશિષ્ટ સંસ્કારી આદરણીય વૃત્તિ રહેશે અને તે ઝળહળી આવશે. (૨૧)
અદેશ અકાળ આચારને તજનાર થશે–આ ગુણને એ સીધો સરળ અર્થ કરશે. દેશકાળને પ્રતિકૂળ આચાર ન કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com