________________
પ્રકરણ ૧૨સુ
પડશે તે તેને ઉપયાગ સ્વીકારશે, શ્રાવક વીજળી અને ઘીતેલના દીવા વચ્ચે વીજળીને પ્રમાણમાં નિવ`દ્ય ગણી તેને પ્રભુ દ્વાર સુધી મૂળ ગભારામાં પણ દાખલ કરશે અને ભાષણગૃહામાં વીજળીને ઉપયોગ પ્રકાશ અને પવન માટે નવયુગમાં થતા જોશે.
૧૩૪
જ્ઞાનભડારો
જ્ઞાનપ્રસારને અંગે જ્ઞાનભંડારાને ખૂબ અગત્ય મળશે. પ્રાચીન ભંડારાને વૈજ્ઞાનિક પદ્ધતિએ જાળવવાના પ્રબંધ થશે અને નવીન ભ’ડારાની સ્થાપના થશે. એના પુસ્તકાની નોંધ નવીન રીતિએ જરૂરી વિસ્તાર સાથે રાખવામાં આવશે અને એવા નિશ્ચિત ભંડારામાં પ્રસિદ્ધ થતા મુદ્રિત મૂળગ્રંથોના સંગ્રહ પણ સામેલ કરવામાં આવશે. પુસ્તકને ઊધઇ ન લાગે, શરદી ન લાગે, પાનાં ચોંટી જાય નહિ અને તેનું આયુષ્ય વધે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરી નિદ્ય સાધનાના ઉપયોગ ચીવટથી કરવામાં આવશે. અત્યાર સુધી અભ્યાસ તરફ જનતાની અલ્પરૂચિને કારણે, રાજ્યતંત્રની અસ્થિરતાને કારણે ગમે તેટલા વારસે ગુમાવી બેઠા છીએ તે વાતના શાચ કરતાં અત્યારનાં ઉપસ્થિત સાધનામાંથી એક પણ ગ્રંથને નાશ નવયુગ થવા દેશે નહિ. વારસા જાળવી રાખશ.
અહીં સંક્ષેપમાં એક વાત પ્રસ્તુત હોવાથી કહી દેવી ઉચિત છે. એમ સમજાવવામાં આવે છે કે મુસલમાનના વખતમાં અનેક ભંડારાના રાજ્યવ્યવસ્થાને કારણે નાશ થયેા છે. આ વાત સત્યથી વેગળી છે. એ દુર્વ્યવસ્થાના સમયમાં તે સંરક્ષણવૃત્તિ એટલી મજબૂત હતી કે એક પણ પ્રતિના સથા નાશ થયા નથી. તે વખતના રક્ષકાએ ઠામ ઠામ પ્રતિ કરીને ભંડારમાં રાખી લીધી, એને માટે તાડપત્રા ભાજપત્રા યેજ્યાં અને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com