________________
૧૩ર
નવયુગને જૈન રૂ. રૂ. ~~ ~..................~~~ વિશિષ્ટ સ્વરૂપ, કવાની કાર્ષણ્યતા, ઇકિયેની ઉછુંખળતા, વિકથાના આવિર્ભા, જ્ઞાનક્રિયાને સહયોગ, અનુષ્ઠાનની મર્યાદા, આદિ અનેક વિષયો પર પ્રવચન થશે અને તૈયાર થયેલાં પ્રવચન નાની પુસ્તિકાના આકારે ખૂબ વિસ્તાર પામશે.
અને આ ભાષણ દ્વારા અને પુસ્તક પ્રચાર દ્વારા ધર્મ પ્રભાવનાના કાર્યમાં સાધુઓ ઉપરાંત ગૃહસ્થ પણ સારી રીતે ભાગ લેશે. પ્રત્યેક વિષય પર વ્યાખ્યાન આપવા પહેલાં તેનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવશે. શોધખોળ, મૂળમાર્ગ અને ઇતિહાસને આશ્રય લઈ દરેક વિષયને ઝળકાવવામાં આવશે અને નિથ પ્રવચનને એના અસલ સનાતન સ્વરૂપે ચીતરવામાં ઉપલબ્ધ સાધનને પૂર ઉપયોગ કરવામાં આવશે અને કેટલાક વિસરાઈ ગયેલા સાંપ્રદાયિક જ્ઞાનની પુનઃપ્રાપ્તિ માટે અનેક દિશાએ ખંતથી, ચીવટથી અને બાંધી દીધેલા નિર્ણય વગર ધકબુદ્ધિએ કામ લેવામાં આવશે અને તેનાં પરિણામ જનતા સમક્ષ પૂરતી સ્વતંત્રતાથી રજૂ કરવામાં આવશે.
ભાષણે કરનારામાં મધ્યમ કક્ષાના નવયુવકે સારી રીતે ભાગ લેનારા થશે. એ જેવું અંતરમાં વેદન કરશે તેવું બેલશે. એને દંભ અને દેખાવ સામે વાંધ રહેશે અને પિતાની નિર્બળતાને સ્વીકાર કરવામાં તે તત્પર રહેશે. એ ઉપરાંત જે વાત તે નહિ સમજે તેને સ્વીકાર કરવામાં તે કઈ પ્રકારની હીણપત નહિ માને.
ભાષણોને અંગે મેગેફોન, લાઉડસ્પીકર વગેરે નવયુગના સાધનો પૂરતી છૂટથી ઉપયોગ કરવામાં આવશે. નવયુગના ઉપાશ્રયમાં વીજળીના પંખા દાખલ થશે. વાંચવામાં કે બીજી રીતે વીજળીનો પિતાને અંગે ઉપયોગ થઈ શકે કે નહિ તેની વિચારણા
માટે સાધુઓ વીજળીને અભ્યાસ કરશે. તે નિર્વધ માલામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com