________________
પ્રકરણ ૯ મું
તપ જૈનધર્મનાં મૂળ ત્રણ અંગે પૈકી અહિંસા અને સંયમ સંબંધી ઉલ્લેખ થયો. તપના સંબંધમાં નવયુગનું વલણ તપાસી આપણે આગળ વધીએ.
તપના મુખ્ય બે પ્રકાર : બાહ્ય અને અભ્યતર.
બાહ્ય તપમાં ન ખાવું, ઓછું ખાવું, વસ્તુઓને ત્યાગ કરવો, ઈષ્ટમિષ્ટ પદાર્થને તજવા, કાયાને પીડા ઉપજાવવી અને શરીર સંકેચ કરે. આ સર્વ પ્રકારમાં પ્રથમ અનશનને પ્રકાર તે વર્તમાન યુગના ઉપવાસ કે એકાસણાદિ તપ ગણાય છે. એને મહિમા નવયુગમાં ઘણું વધશે. શારીરિક નજરે ઉપવાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂકવામાં આવશે. એ ઉપરાંત એછું ખાવું આદિ સર્વ બાબતે સ્થૂળ દષ્ટિએ આરેગ્યની નજરે ઉચ્ચ સ્થાન પામશે. એમાં શ્રદ્ધા કરતાં આરોગ્યની અને વૈજ્ઞાનિક દૃષ્ટિ વિશેષ સ્થાન લેશે. એનું સ્થાન સમજણપૂર્વક ઉચ્ચ થશે. ઉપવાસાદિની પદ્ધતિ ડી ફરશે, પણ મુદ્દો જળવાઈ રહેશે.
રસત્યાગ અને વૃત્તિસંક્ષેપને ખૂબ ઉચ્ચ સ્થાન આદરપૂર્વક મળશે. એની સાથે સાદા જીવનના પ્રશ્ન ગૂંથાઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com