________________
શહેરણું સુ
છે. - પૌષધ તરફ રિચ રહેશે, પણ તે આખા દિવસના સવાલ હાવાથી તેને જીવનકલ આદિ આર્થિક પ્રશ્નો અસર કરશે. પૌષધમાં જ્ઞાનચર્ચા ઘણી સુંદર પ્રેરક અને ઉત્તેજક થશે. પડિલેહણાદિ વિધિમાં કાઈ પણ પ્રકારના ફેરફાર નવયુગ નહિ માગે.
ચોથુ ́ શિક્ષાવ્રત અતિથિ સંવિભાગનું આવે છે. ખરા અર્થાંમાં સાધુ હશે તેના ઉપર નવયુગ વારી જશે; પણ ખટપટી, ધમાલિયા, લગભગ એક નવા પ્રકારના સંસાર માંડી બેઠેલા દુકાનદારી ચલાવનારને નવયુગ સાધુ માનશે નહિ અને તેના તરફ ઉપેક્ષા રાખશે અથવા તે વને સુધારી યોગ્ય ભૂમિકાવાળાને તેમાં સ્થાન આપવાના આગ્રહ કરશે. સાધુના આખા પ્રશ્ન આગળ વિચારવાના છે ત્યાં આ સંબંધી વિશેષ ચર્ચા થશે. આ વ્રતમાં જૈન બંધુના વાત્સલ્યના સમાવેશ થશે. જ્ઞાતિભેદ નહિ રહે. ગમે ત્યાં જન્મ્યા હાય, પણ જૈનધર્મને સ્વીકારનાર મારા બંધુ છે. એવી ભાવના વધશે. જ્ઞાતિના તફાવત વગર સર્વ જૈનને પંક્તિભાજનમાં સ્થાન મળશે, જૈનની સ` સંસ્થાને વગર સંચે લાભ મળશે અને ગચ્છના કે ફીરકાના ભેદ સિવાય બંધુત્વ ખૂબ વિસ્તાર પામશે, કોઈ પણ ગચ્છ કે ફીરકા માટે તુચ્છ ભાષામાં વાત કરવાને કે ઉલ્લેખ કરવાના પ્રતિબંધ થશે અને સ્વામીવાત્સલ્યના જમણવાર અર્થ થાય છે તેમાં ધણા વિસ્તાર કરવામાં આવશે અને તે એટલી હદ સુધી જશે કે જમણવાર તેા અલ્પ થઈ જશે, પણ સ્વધર્મીબંધુને વિદ્યાદાન, ધંધામાં સ્થાપન, આપત્તિ વખતે સહાય કરવાના અનેક સફળ પ્રયત્ના નવી નવી દિશાએ થશે. અન્યને ઉત્કૃષ જોઈ જે અસૂયાત્તિ અત્યારે જાગે છે તે પ્રાયઃ બંધ થઈ જશે. ક્રાઈ પણ બંધુને ચઢેલા જોઈ બાકીના વર્ગ રાજી થશે અને વધવાના માર્ગો તેને ભલામણ ગોઠવણ આદિ દ્વારા સુકર કરી આપવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
૧૦૩