________________
પ્રકરણ ૧૧ સુ’
૧૨૯૦
પણ બન્ને વીતરાગને જ પૂજશે અને વીતરાગપૂજનમાં તે સંપૂર્ણ સ્વતંત્રતા હાવી ધટે — એટલા નૈસર્ગિક વિચારની પ્રરૂપણા અને પ્રચારને અંગે દિગંબર શ્વેતાંબરના આખા સવાલ જ ઉડી જશે અને સ્થાનકવાસી ભાઈ એની સાથે તે સાધનને અંગે ભેદ પડવાનું કારણ જ નહિ રહે. જેતે ઇચ્છા ઇચ્છા થાય તે આવે, વીતરાગને નમે—પૂજે; જેને ન ગમે તે હૃદયમાં ધ્યાન કરે. સાધનધર્મીમાં ઝઘડો કરવા એ તા તદ્દન અલ્પજ્ઞાન ઉપરચોટિયા જ્ઞાનની નિશાની છે એમ નવયુગ તુરત માની લેશે તેને પરિણામે મંદિશ અને તીર્થાં ઝઘડાનાં કેંદ્રો થઈ પડ્યાં છે તેને ખલે શાંતિમંદિશ અને જીવનરસપ્રદ સરિપ્રવાહો બનશે.
આદર્શોના પલટા
જિનપૂજાને આખા આદ કરી જશે, અને તે મૂળ માને અનુરૂપ, વીતરાગદશાના પ્રતિનિધિરૂપ અને મુમુક્ષુ દશાને શાલે તેવા થશે એમ નવયુગ માનશે. એ મદિરને ઉપરના નિયમ પ્રમાણે વ્યવસ્થિત કરી દઈ જૈનધમ ને અનુરૂપ બનાવવાનું કાર્ય કેળવણી પ્રચાર અને સમજાવટ દ્વારા જેમ બને તેમ જલદી પહેલી તકે નવયુગ કરશે. કાઈ પણ પ્રજામાં કેટલી પ્રગતિ થઈ છે તે તેનાં મંદિશ અને જમણેા બતાવી આપે છે. એવી માન્યતા થવાથી નવા યુગ આ મંદિરના પ્રશ્ન ખાસ જલ્દી હાથ ધરશે. જમણવારને અંગે એ કેવું વલણ લેશે તે અને યાગ્ય સ્થળે વિચાર પર લેવાનુ છે. અત્ર મદિર તીની બાબત પર સામાન્ય ઉષાદન કર્યું. તેની વધારે વિગતા મૂળ મુદ્દાઓ અનુસાર ગોઠવી લેવી. વીતરાગદશા, આદર્શો અને પૂજન દ્વારા અંતિમ ધ્યેય શું છે તે ખાસ લક્ષમાં રાખવાની નવયુગની ઇચ્છા વધારે રહેશે અને તે અનુસાર બાકીની સ` ગોઠવણુ થશે એમ સમજવું. સામાન્ય રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com