________________
૧૧૯
નવયુગના જૈન
સાધુઓની પરીક્ષા
આ રીતે જોતાં આખા સાવ મહા પરિવર્તન પામશે એવું જણાય છે. આદર્શ સાધુ નહિ થાય એમ માનવાનું કારણ નથી, પણ ગમે તે સાધુમાં પસાર થાય એ સ્થિતિ નવયુગ કદિ નહિ સ્વીકારે. ભગવાનની આદર્શ વિશાળતા, દૃષ્ટિભેદ છતાં ઐક્ય, નયની અપેક્ષા અને જૈનદર્શનના મૂળ ગુણને વિરાધ દેખાય ત્યાં આખા જૈનધમ ઉડી જાય છે એમ નવયુગ માનશે અને દુનિયાના આદર્શ સ્થાને આવવાને દાવા કરનારને તાળવાનું ધેારણ પણ નવયુગ ઘણું ઊંચું રાખશે, જે ગુણા માર્ગોનુસારી તથા શ્રાવકમાં હોય તે તે સાધુમાં હાવા જ જોઈએ એમ તે આગ્રહપૂર્વક માનશે ( ઘટતા ફેરફાર સાથે), પણ એ ઉપરાંત અંતરંગ ગુણામાં, શાંતિ સામ્રાજ્યમાં, રાગદ્વેષની અલ્પતા દાખવવામાં અને માત્ર ધ્યેય ખાતર જીવન ગાળવાની બાબતમાં મુદ્દામ રીતે સાધુની કસોટિ કરશે અને તેમાં જે લાયક નીવડશે તેને જ સાધુસ્થાનનું પૂજ્યત્વ આદિ પ્રાપ્ત થશે.
સાધુઓના એ વિભાગ
સાધુના બે વિભાગ પડશે. એક વિભાગ સંસારને સથા ત્યાગ કરી જ્ઞાનમાં મસ્ત રહેશે. એ વિશિષ્ટ તત્ત્વજ્ઞાની થશે. એ શાસ્ત્રના વિશિષ્ઠ સૂત્રે સમાજ પાસે વગર સાચે રજૂ કરશે. એ માત્ર ઉપાશ્રયમાં જ પેાતાની કાÖવાહીને પરિસમાપ્ત નહિ કરે, પણ જગતના ચાકમાં મહાન સત્ય લેખ અને વક્તૃત્વ દ્વારા વિસ્તારશે, એ તત્ત્વજ્ઞાનીમાં સત્યશેાધનની બુદ્ધિ ખૂબ વિસ્તાર પામશે. એને વિજ્ઞાન ( સાયન્સ )નું જ્ઞાન અનેકદેશીય પ્રાપ્ત થશે અને શેાધકમુદ્ધિએ દૃષ્ટિબિન્દુ સમજવા યાગ્ય વિશાળ હૃદય એ દાખવશે. એ અંશ સત્યાને સર્વ સ્થાનથી સંગ્રહશે અને મહાન સત્યાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com