________________
પ્રકરણ ૧૦ મું
૧૧૫
એ સંસ્થાના સભ્ય સ્ત્રી તથા પુરુષ બને થઈ શકશે.
તેઓ કેળવણી આદિ અનેક સેવાસ્થાને ઊભાં કરશે, યોજશે, જમાવશે, ચલાવશે અને ભાષણથી પ્રચારકાર્યથી અને પિતાના દષ્ટાંતથી શ્રી મહાવીર પરમાત્માના સંદેશા જગત પાસે રજૂ કરશે અને નિઃસ્વાર્થ સેવાના જ્વલંત છાત પૂરા પાડશે.
આદર્શ સાધુ એ સેવાભાવિ મધ્યમ કક્ષાવાળા આદર્શ સાધુધર્મની પરિપૂર્ણ ભાવના સન્મુખ રાખશે અને સર્વ ત્યાગ થઈ શકશે ત્યારે એ નવયુગને સાધુ થશે. - સાધુ થયા પછી એ કોઈ જાતની ખટપટમાં પડશે નહિ. જ્ઞાન ધ્યાનમાં પિતાને સમય વ્યતિત કરશે. અને આદર્શ આનંદઘન થશે. એ ગમાર્ગને પુનરુદ્ધાર કરશે. એ નકામી વાતે, પારકી પંચાતી, શ્રાવક વર્ગની ગૂંચવણોમાં ભાગ નહિ લે. એ અમુક વાડ બાંધવા કે મારા તારા કરવાનાં કાર્યને સ્વીકારશે નહિ. એનામાં શાંતિનું સામ્રાજ્ય દેખાશે, સહિષ્ણુતાને વેગ દેખાશે અને આત્મબળનું એજ દેખાશે. તે વિના કારણુ બોલશે નહિ, ખાવામાં અતિ મર્યાદિત થઈ જશે અને એનું મને રાજ્ય અતિ વિશાળ ઓજસ્વી અને સ્વવશ થશે. એ આદર્શ સાધુની સ્થિતિએ પહોંચવા પ્રયત્ન કરશે. એ ગચ્છભેદ જેવું કાંઈ માનશે નહિ. એ સત્ય ગમે ત્યાં જોવામાં આવશે ત્યાંથી લેશે. એ સંકુચિતતામાં મિથ્યાત્વ માનશે. ધર્મપ્રચાર, વિશાળક્ષેત્રમાં વિસ્તાર અને નૈસર્ગિક આત્મવિભૂતિમાં સ્વયં તૃત રહેશે અને લોકસત્કારની વિચારણા પણ તેનામાં દેખાશે નહિ અને લોકેષણાનું નામ પણ તેની પાસે જણાશે નહિ. અતિ વિશિષ્ટ ચારિત્ર વહન કરી એ પિતાના દષ્ટાંતથી જગતને સમૃદ્ધ બનાવશે. અવારનવાર ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com