________________
૧૦૧
પ્રકરણ ૮મું -~~-~~~-~~-~કરશે. માંસ મચ્છી ઈંડાંમાં એને હકનો સવાલ થશે. આપણને જીવવાને હક છે તે સર્વને જીવવાને હક છે અને જે પ્રાણ આપી શકે નહિ તેને પ્રાણ લેવાનો હક નથી એમ તે માનશે. અનંતકાયની બાબતમાં એ બહુ ઊંડો નહિ ઉતરે, પણ સામાન્ય રીતે જ્યાં એ અનંતજીવ જાણી શકશે ત્યાં ત્યાગ કરશે. એને ખાવાની બાબત કદિ રસ જ ઉત્પન્ન નહિ કરે. મળે કે તૈયાર હોય તે ખાઈ લેવું અને એની વિશેષ ઘડભાંજ ન કરવી એવી એની ઉદાસીન અથવા બેદરકાર સ્થિતિ રહેશે. છતાં મળે તે ખાવું તેને અર્થ એમ સમજશે નહિ કે જે ખોરાક કે પેય પદાર્થ અભક્ષ્ય અપેય હેય તેને વિવેક ન કરે. એ ખાવાની બાબતમાં અમુક જ જોઈએ અને અમુક રીતે તૈયાર કરેલું જ જોઈએ એવી ચાપચીપ કરનારે નહિ થાય.
ભોગપભેગને અંગે એક બે બાબત હજુ વિચારવાની રહે છે. આને ઉપયોગ હજુ વધશે કે નહિ તે કહેવું જરા મુશ્કેલ છે. નવયુગને એક ભાગ ચાને ત્યાગ કરનાર નીકળશે, ત્યારે એક વિભાગ ચાને દિવસમાં અનેક વાર પીનાર નીકળશે. એ જ પ્રમાણે આઈસક્રીમનું સમજવું. એને ત્યાગ કરનાર છેડા નીકળશે, એને ઉપયોગ કરનાર વધારે નીકળશે. કર્માદાન સંબંધી છૂટાછવાયા અસ્તવ્યસ્ત વિચારે ઘણા ચાલશે, પણ શક્યતા એવી લાગે છે કે આર્થિક પરિસ્થિતિ વધારે આકરી થવાના કારણે, જીવનકલહ ભીષણ થવાને કારણે અને ઉદ્યોગ, કળા, હુન્નર અને વ્યાપારનાં નવીન ક્ષેત્રે નીકળવાને પરિણામે કેટલાંક કર્માદાને સંબંધમાં નવયુગ છૂટ લેશે. શાસ્ત્રને આદેશ સમજવા છતાં એ મિલ નહિ જ કરે કે ખેતીવાડી નહિ જ કરે અથવા કોલસા કે ધાતુની ખાણને
અડશે જ નહિ એમ લાગતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com