________________
નવયુગને જૈન ઉપર પાશ્ચાત્ય પદ્ધતિની થોડી અસર થશે, પણ તેમાં પૌત્ય પદ્ધતિનું સંમિશ્રણ થશે.
એને સાતમીવાત્સલ્યને ખ્યાલ તદ્દન જુદા પ્રકારને થશે. અત્યારે જે પ્રકારે નવકારશી કે જમણવાર થાય છે, તેમાં જે રીતે જમનાર જમાડનાર વર્તે છે, સુંદર ચીજોને બગાડ થાય છે, આરોગ્યના નિયમોને નાશ થાય છે અને જમાડનાર આબરૂ રહેવાની ચિંતામાં રહે છે અને જમનાર ખૂટી જવાના ભયમાં રહે છે – આ પ્રકારના સ્વામીવત્સલ તદ્દન બંધ થઈ જશે. નવયુગ વર્તમાન જમણની પદ્ધતિને પૂર્વ કાળની ઉતરી આવેલી જગલીપણની એક અવશેષ ગણશે. નવયુગનું સાતમીવાત્સલ્ય સ્વધર્મી બંધુને સર્વ પ્રકારની સગવડ કરાવી આપવામાં, એને ધંધે લગાડવામાં, એને વ્યવહારમાં સ્થિર કરવામાં અને બંધુભાવ ખીલવવામાં સમાશે. અવારનવાર જમણ થશે તે તે પંગતથી રીતસર જૈન નામને છાજે તેવા જમનાર જમાડનારનાં અંતરના ઉમળકા થાય તેવા થશે, પણ એના ઉપર બહુ લક્ષ્ય નહિ રહે. નાનાં જમણો ઘણા સુંદર, ધર્મ પ્રેમ વધારનાર અને બહુ આકર્ષક થશે.
સાધુની સેવા એ આ ગુણને ત્રીજો વિભાગ છે, સાધુ કેને કહેવા તે નવયુગ ખૂબ વિચારશે. એ સંસ્થા કેવી હોવી જોઈએ તે પર ખૂબ પ્રકાશ પાડશે. માત્ર અમુક વેશ પહેરે તે સાધુ ગણાય એ વાત નવયુગ નહિ માને. ત્યાં વિલાસી, પટિયા પાડનાર, દેરાધાગા કરનાર અને જડીબુટ્ટી કરનાર પ્રચ્છન્ન વૈદાના ધંધા કરનારને સ્થાન નહિ રહે. ત્યાં સમાજ પર બેજો પાડનાર ઘરબાર વગરના નિરાશ્રિતને ખાસ જ્ઞાનાદિની વિશિષ્ટતા વગર સ્થાન નહિ મળે. સાધુ સંસ્થા કેવી હેવી જોઈએ તેને અંગે નવયુગના વિચાર સંબંધી આગળ ઘણે ઉલ્લેખ થવાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com