________________
નવયુગને જૈન
ઉત્તેજન નહિ આપે. આ વિચારણા તેને “દયા’ શબ્દના સાચા અર્થથી જ સૂઝી છે એમ તે માનશે.
મનુષ્યદયા ઉપરાંત પશુ માટે તે આર્થિક દૃષ્ટિએ નવીન રૂપે પાંજરાપોળની વ્યવસ્થા કરશે. આ સંબંધી અગાઉ પણ લખાઈ ગયું છે અને આગળ તે સંબંધી ઉલ્લેખ થવાને છે. પશુરક્ષા એ મનુષ્યદયા પછી બીજે નંબરે એની કાર્યવાહીમાં સ્થાન લેશે.
એ માંસભક્ષણને નિષેધ કરશે. મઘમાંસનિષિધ માટે એ તદ્દન નવીન પદ્ધતિએ કામ લેશે. એ મારવા માટે તૈયાર કરેલા જીવને છોડાવવા જતાં સરવાળે વધારે મરે છે એમ જોઈ શકશે અને તેથી માંસાહારી પ્રજા માંસભક્ષણ બંધ કેવી રીતે કરે તે માટે એ વ્યવસ્થિત રૂચિકર પણ અસરકારક પદ્ધતિએ કામ લેશે. પશુ, પક્ષી, માછલાં આદિની દયામાં તેનું વ્યવહારકુશળપણું જણાય અને એ છે પ્રયત્ન વધારે પરિણામ નીપજાવી શકાય એ તેનું લક્ષ્ય રહેશે.
નાના વેપા, છેડવા આદિ વનસ્પતિની રક્ષા એ સ્વચ્છતાના અને સુઘડતાના જ્ઞાનથી, આરોગ્ય સંબંધી જ્ઞાનપ્રચારથી કરશે. એ કુમળા છોડને પણ લાગણી હોય છે એમ બરાબર માનશે અને તેને દુઃખવવાને મનુષ્યને અધિકાર નથી એવું માનશે અને તે ઉપદેશ કરશે. ટૂંકામાં અહિંસાને અને દયાને એ એવી રીતે સંમિશ્રણ કરી દેશે કે અગાઉ અહિંસા સંબંધી જે લખ્યું છે તે સર્વ અહીં લાગુ પડે તેવું સુંદર આકાર એ ગુણને આપશે. (૩૧)
સૌમ્ય–સામે માણસ જુએ તે તેને તરત જ એવી અસર થાય કે આ ભાઈ ધમાલિયા નથી, ધતિંગિયા નથી, ખરા શાંત છે. જેના આકારમાં ભય જેવું કાંઈ ન લાગે તે સૌમ્ય ગણાય.
આ ગુણ સાર્વત્રિક થવો મુશ્કેલ છે. નવયુગને માણસ શાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com