________________
પ્રકરણે ૮મું
વ્યવહાર ચલાવી શકતા હતા તે વાત તેમના મનમાં આશ્ચર્ય અને હાસ્ય ઉત્પન્ન કરશે. લાજ કાઢવાનો રિવાજ એમને કઢંગે લાગશે, સાસુસસરા સમક્ષ પત્નીપતિ વાત ન કરી શકે એમાં એને વિચિત્રતા લાગશે. આ સર્વ લજજાળુપણાની પદ્ધતિમાં મોટો. ફેરફાર થશે. વર્તનની બાબતમાં લજા-મર્યાદા સક્રિય રૂ૫ લેશે અને ઉન્નત પરિણામ બતાવી શકશે. (૩૦)
સદય-દયાવાન–એની દયાની વ્યાખ્યા અભિનવ રૂ૫ લેશે અને દયાને વિશાળ બનાવતાં એને એ તદ્દન નૂતન ઝોક આપશે. એ દયાના વિષયમાં મનુષ્યને પ્રથમ સ્થાન આપશે. દીન, અનાથ, રેગી, અપંગ, જરૂરિયાતવાળા તરફ અનેક પ્રકારે દયા બતાવવા માટે નવયુગ વ્યવસ્થિત સંસ્થાઓ કાઢશે અને વ્યક્તિગત પણ અનેક પ્રયત્નો કરશે. સમાજના ગાંડા મનુષ્યોને માટે પણ આશ્રમસ્થાનો કાઢશે, વૃદ્ધો માટે વ્યવસ્થા કરશે, માબાપ વગરનાં બાળક માટે એ બને તેટલાં સ્થાને જશે અને સમાજથી ત્યજાયેલા, દબાયેલા અને હતાશ થઈ ગયેલાને પોષવા માટે તે વ્યવસ્થિત પ્રયાસ કરશે. અભણને ભણવવા, નિરૂઘમીને ઉદ્યમે ચઢાવવા, અશક્તને પિષવા અને વિશેષ અભ્યાસ કરવા યોગ્યને વધારાની સગવડ પૂરી પાડવી એ આદિ અનેક વ્યવસ્થિત પ્રયોગ અને પ્રયાસો તે કરશે અને તે માટે તે ખૂબ ધ્યાન આપશે. એ ધર્માભ્યાસના ખાસ નિકેતને જગતકલ્યાણ માટે સ્થાપશે. મનુષ્યજાતિમાં રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમ અને વિશ્વબંધુત્વ વધે તે માટે અનેક દિશાએ અનેકવિધ પ્રયત્નો સક્રિય રૂપે કરશે. તેની દયા આ રૂ૫ લેશે. આળસુને ઉત્તેજન આપવામાં તે પાપ માનશે. દરેક સશક્ત યુવાન પિતાનું ગુજરાન ચલાવવાને શક્તિવાન થે જ જોઈએ અને તેમ થાય ત્યારે જ તેને પરણવાને અને પ્રજોત્પત્તિ કરવાને હક થાય છે
એમ તે માનશે. સશક્ત છતાં મફતનું ખાનારને તે કઈ પણ પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com