________________
પ્રકરણ સુ
ધર્ટ એમ એ આ ગુણથી સમજશે. એવા ખીજા તાણીખે'ચેલા અ તેને જૈનધર્માંના રહસ્યથી ઉલટા અને જમાનાની અસરવાળા લાગશે. દાખલા તરીકે કાર્ય એને પૂછે કે પેરિસ શહેરમાં સામાયિક કરવું હોય તે ખુરશી પર બેસીને થાય કે નહિ? તે! તે તરત એ દેશનાં હવાપાણીને અભ્યાસ કરી તેમ કરવામાં શાસ્ત્રના મૂળ ઉદ્દેશને વાંધા આવતા નથી એમ કહેશે. સામાયિક કરવાના મુદ્દો છે, તે અમુક સંયોગામાં સાધ્ય છે અમુક જાતના આસન પર એસવું એ વાતને એ ઉવેખી કાઢશે નહિ, પણ દેશકાળાનુસાર તેમ અને તેવું ન હોય તેા સામાયિક ન કરવું એમ કહેવામાં એ જૈન ધર્મના રહસ્યનું પરિવર્તન દેખશે. જેલમાં કટાસણું મળે તેવું ન હાય તા ધેાતલી પર કે કામળી પર બેસી પ્રતિક્રમણ કરવામાં તેને વાંધા નહિ દેખાય. આ તે તરત સમજી શકાય તેવી બાબત છે, પણ દેશકાળનું સૂત્ર તે ખૂબ વાપરશે અને તેને ધણે પ્રસંગે ઉપયાગ કરશે અને તેમ કરવું તે અનેકાંતમાને પોષણ કરનારું અને એના રહસ્યને અનુરૂપ છે એમ તે માનશે. (૨૨)
બળાબળને જાણનાર — શારીરિક બળને એ જાણશે, ઉપરાંત માનસિક અને હૃદયના બળના અને નબળાઈ એના એ બરાબર અભ્યાસ કરશે. એ પોતાની સર્વ પ્રકારની શક્તિઓને સમજશે અને ખજાની સર્વ શક્તિઓને પૃથક્કરણ કરીને જાણો અને જાણીને તેને ઉપયાગ કરશે. એને પરિણામે એ માત્ર સ્થૂળ બળથી ગભરાઈ કે લેવાઈ નહિ જાય. આત્મિક બળ–આંતરિક બળ શું છે અને તે કેવું આશ્રય કરી શકે છે. તેને બરાબર ખ્યાલ તેને આવશે અને તેથી સામાન્ય વ્યવહારની ટૂંકી નજરે અશક્ય બાબતે એ દેખાવમાં નબળા હશેતે। પણ હાથ ધરશે. ખળાબળની એની ગણતરી તદ્દન અર્વાચીન ધેારણે નવીન પદ્ધતિએ સાપેક્ષ દૃષ્ટિએ થશે. (૨૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
―
૫