________________
નવયુગના જૈન
બહુ દરકાર નહિ
તરફ સહજ પ્રેમ
શુષ્ક તરમિયા વ્યાખ્યાન સાંભળવા જવાની તે કરે, એને ધર્મ વિષયનાં રૂચિકર વ્યાખ્યાતા થશે, પણ વ્યાખ્યાતા કાણુ છે તે નવયુગના જૈન જરૂર તપાસો, ગમે તે વ્યાખ્યાન કરે તે સાંભળવું જ જોઈએ એમ તે નહિ માને. વ્યાખ્યાન કરનાર બાહ્ય ત્યાગી જ હોવા જોઈએ એમ તે નહિ માને. સુંદર વનવાળા, ત્યાગરૂચિવાળા, આત્મએજસવાળા ગૃહસ્થને પણ રાજીખુશીથી સાંભળશ, પણ તે વક્તા સુંદર લીલ કરનાર અને પ્રરાયક ભાષામાં સુંદર શબ્દરચના સાથે ખેલનાર હાવા જોઈ એ. વક્તાનું વક્તૃત્વ માપવાની તેની રીત સખ્ત પણ મુદ્દાસરની, પદ્ધતિસરની અને ઉત્તેજક રહેશે.
તે માત્ર શ્રોતા થઈ તે નહિ અટકે, તે પે।તે પણ વક્તા થશે. તેને ધર્મના પ્રાચીન વિષયે શેાધી એને યોગ્ય સ્થાન આપવાનુ` મન થશે, એ શેાધખાળ કરી સનાતન સત્યોને બહાર લાવશે અને તે પર વ્યાખ્યાન પદ્ધતિસર આપશે. તે લેખક પણ થશે અને મૂળ તાત્ત્વિક વિષયોને અર્વાચીન રૂચિકર આકારમાં મૂકશે. એ કથાનુયોગને પણ ખૂબ ખહલાવશે, એમાં પણ એ નવીન પદ્ધતિનું અનુકરણ કરશે. અમુક યુગમાં રાસેાની જરૂરિયાત હતી ત્યારે પ્રખર વિદ્યાનાએ જેમ શાસ્ત્રનાં રહસ્યો અને કથા પ્રસંગેા નવલ આકારમાં કવિતા રૂપે રચ્યાં, તેમ નવયુગના જૈન શાસ્ત્રનાં સનાતન રહસ્યાર્ન, તત્ત્વની વાતાને, નીતિના નિયમાને અને કથાવાર્તાઓને તદ્દન નવા આકારમાં મૂળ મુદ્દાને વિરોધ ન આવે તે રીતે મૂકશે.
એ વ્યાખ્યાનને અંગે અમુક વના જ સુવાંગ હક્ક હાય એમ નહિ માને. આવડતવાળા સના એહક્ક સ્વીકારશે અને તેના અમલ થતા જોઈ એ રાજી થશે. ખાસ કરીને ભગવાનની અને ભગવાનના સમયની મૂળ હકીકત તે વાંચશે, વંચાવશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
૭૮