________________
પ્રકરણ ૭ મું
૧
આ સર્વ બાબતમાં અન્યની લાગણી ન દુઃખાય તેવી પદ્ધતિ સ્વીકારવામાં આવશે. લાગણીના આઘાતને હિંસા માનવામાં આવશે. સમજાવટથી, દલીલથી, યુક્તિથી નિખાલસપણે અહિંસાની વાતને એવી વૈજ્ઞાનિક પદ્ધતિએ રજૂ કરવામાં આવશે કે અત્યારે માંસાહારી પ્રજા છે તેને માટે ભાગ સ્વયં પ્રેરણાથી માંસને ત્યાગ કરી દેશે. અત્યારે જે વાત સ્વમ જેવી ખાલી લાગે છે તેને આવતે યુગ વ્યવહારુ આકારમાં આત્મગ, અભ્યાસ અને સમજાવટની કુનેહથી સિદ્ધ કરી બતાવશે. અનેક પ્રયત્નોને પરિણામે અહિંસાને બહુ ઉચ્ચ સ્થાન નવયુગમાં મળશે અને તેના પ્રેરક તરીકે નવયુગના જૈનને પિતાના જીવનનું સાફલ્ય કરવાનું માન મળશે.
નવયુગ ધર્મ સંબંધી આક્ષેપક ચર્ચા કરશે નહિ. એમ કરવામાં એના અહિંસાના ધરણને ક્ષતિ ઉપજતી લાગશે. એ પરમસહિષ્ણુતા બરાબર ખીલવશે. છતાં એ સહિષ્ણુતા સાથે અહિંસાને વિચાર વિશ્વને પારણે બાંધવામાં તેને વિરોધ નહિ લાગે, વાંધો નહિ આવે અને તે પિતાના અહિંસક ભાવને પછી સર્વદર્શનને યોગ્ય માન આપી અહિંસાને સર્વગ્રાહી અને ઘરગથ્થુ કરી શકશે. અહિંસાના વિષયની અનેક દિશાઓ છે, તેના મુદ્દા અત્રે ચર્ચા છે. વધારે બારીક વિગતો એ મુદ્દા પરથી કલ્પી લેવી.
મુદ્દાની વાત એ છે કે અહિંસા અત્યારે માત્ર જૈનને જ ધર્મ છે અને અલ્પાંશે અન્યને પણ ધર્મ છે એવી પરિસ્થિતિ થઈ રહી છે, તેને બદલે અહિંસા સાર્વત્રિક થતી જશે અને તે કરવાની યોજના અને અમલ જૈનને હાથે થશે અને અહિંસાને પ્રસાર તે જૈન ધર્મને પ્રસાર છે એમ દુનિયા સ્વીકારશે. આ
અતિ વિકટ કાર્ય નવયુગ કરશે. એ અહિંસાના સિદ્ધાંતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com