________________
પ્રકરણ ૭ મું
તે પ્રાગતિક કાર્ય સમસ્ત વિશ્વ સ્વીકારશે. એ લડાઈથી કંટાળી જશે, લડાઈનાં પરિણામે લડાઈનાં વર્ષોથી પાંચ દશ પંદરગણું વર્ષ સુધી ચાલે તે પણ પૂરાં થતાં નથી અને જીતનારા પણ હારનારથી વધારે કફેડી સ્થિતિમાં આવે છે, એ જોયા પછી વિશ્વ મહાસંહારક યુદ્ધમાં ઝંપલાવતાં ખૂબ વિચાર કરશે. રાષ્ટ્રભાવના વિશ્વબંધુત્વનું રૂપ લેતી જશે અને તે કાર્યને હિંદને રાષ્ટ્રવિધાતા ધાર્મિક સાથે વ્યવહારુ સ્વરૂપ આપી જશે.
આ તે મનુષ્યનાશ પૂરતી અહિંસાની ઉપયોગિતા થઈ પણ નવયુગ એને જનાવર પશુપક્ષીની કટિ સુધી બરાબર લઈ જશે અને આરોગ્ય સ્વચ્છતાના અભ્યાસ અને વ્યવહારથી નાની જીવાતોની ઉત્પત્તિનાં સ્થાન ઉપર મોટી અસર કરશે.
એ ખેડાં ઢેર માટે પાંજરાપોળ કરશે તે તદ્દન નવીન ઢબે, અર્વાચીન મુદ્દાઓ ઉપરાંત અર્થશાસ્ત્રની દૃષ્ટિને પણ તેમાં સ્થાન આપશે. પાંજરાપોળમાં આવેલ ઢેર ઉપયોગીપણામાંથી હમેશને માટે બાતલ થાય છે એ વાતને તે નહિ સ્વીકારે, પણ પાંજરાપોળને તદ્દન નવી ઢબે આદર્શ સંસ્થા બનાવશે. ત્યાં સેવાભાવી દાક્તરે, વેટરનરી સજને કામ કરશે, તેમાં મોટી ડેરીઓ ખૂલ્લી કરવામાં આવશે અને અનેક અપંગ અશક્ત માંદા જીવને પોષવામાં આવશે અને છતાં પાંજરાપોળ પિતાના પગ ઉપર જ ઊભી રહે. તેવી તે કરશે.
મનુષ્યદયા માટે માંદાની માવજત, પ્રસૂતિગૃહે, દવાખાનાં, હોસ્પિટલ, આરોગ્યભવને એ નવયુગનાં મંદિરે બનશે. એમાં કામ કરી સેવા કરવી એમાં પિતાને ધર્મ સમજશે અને એવાં ગ્રહ–સ્થાને અનેક આકારમાં ખૂબ સંખ્યામાં વધશે અને ત્યાં
આદર્શ અહિંસાના જીવતાં સ્વરૂપે નજરે પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com