________________
૫૦
નવયુગને જૈન
જૈનેની જાતિઓ –મોઢ, કપાળ કેમ જૈનેતરમાં ગયા? આખી કેમો કેમ બદલાઈ ગઈ? પિરવાડ અને દશાશ્રીમાળીમાં કેમ મોટે ભાગ જૈનમત છોડી ગયા? એમને પડતી અગવડે માટે કાંઈ પૃચ્છા થઈ હતી? એ દૂર કરવા સામાજિક કે વ્યક્તિગત પ્રયત્નો થયા હતા? જૂનાને જાળવી પણ ન રાખી શક્યા અને નવાને મેળવવાની ફુરસદ તે હતી નહિ. ત્યારે એનું પરિણામ બે કરોડ જેને અકબરના સમયમાં હતા તે બાર લાખ પર આવી ગયા છે–આને માટે જવાબદારી કોણ લે છે? મહા વિશાળ ધર્મ આ સ્થિતિમાં હોય? ઘસારે ક્યારે લાગે? શા માટે લાગે? એ વિચારવા એક સાથે કામ કદિ મળી હતી? મળવાની જરૂર પણ કદિ લાગી હતી? અને એ ઘસારો ચાલુ રાખવામાં સાધુ અને ગૃહસ્થવર્ગની જોખમધરી કેટલી?
આ સંખ્યાબળના બન્ને પ્રસંગ પર જવાબ આપવા પડશે. ગમે તે જાતિને જૈન થઈ શકે છે. અને ગામડા શહેર કે નેસડામાં સર્વત્ર મનુષ્ય વસે છે. એને માટે તમે શું કર્યું? શી જના વિચારી? એના જવાબ આપવા જ પડશે. અને હતી તે આખી કેમોને, કોમેના મેટા ભાગને અન્યત્ર જવું પડયું તેમાં તેમને વિચિત્ર સ્વભાવ કારણ હતું કે તમારી વ્યવસ્થા આવડત અને દક્ષત્વની ખામી હતી? આ સર્વ બાબતનો ખુલાસો નવયુગ માગશે.
નવયુગ અત્યંત શોક સાથે જોશે કે છેલ્લાં બે ત્રણ વર્ષમાં જેનેને પડતી અગવડની સામે આંખમીંચામણાં કરવામાં આવ્યાં છે અને શારીરિક અગવડ વેઠી અગત્યની કે નાની કોમમાં જૈન ધર્મને પ્રચાર કરવા માટે લગભગ કાંઈ કરવામાં આવ્યું નથી. આ વાતને જવાબ ઇતિહાસના આધાર સાથે આપવા વડીલો દરકાર કરશે એવી આશા રખાય. અહીંતહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com