________________
૯
નવયુગને જૈન જાતિભેદને અસ્વીકાર આ એક વાત સાથે બીજી વાત એ છે કે જૈન ધર્મમાં જન્મથી જાતિ છે નહિ, હોઈ શકે નહિ. શ્રી વિરપરમાત્માનું ચરિત્ર વિચારતાં અને તત્વચર્ચાને આ દ્રવ્યાનુયોગ જોતાં જેનદર્શન જન્મથી જાતિભેદ કદિ સ્વીકારે તે વાત પાલવે તેવી નથી, જચે તેવી નથી અને કર્મનો સિદ્ધાંત સાથે અનુરૂપ થાય તેવી નથી. જૈનદર્શનની વિશિષ્ટતા એ જ કે ભગવાનના સમવસરણમાં કોઈ પણ જાતને પ્રાણ આવે. મનુષ્ય તે શું પણ તિર્યંચ પંચેન્દ્રિયને ત્યાં સ્થાન છે, દેવાને સ્થાન છે, અસુરેને સ્થાન છે, જે ચાલીને આવી શકે તે સર્વને સ્થાન છે. આ વિશાળતા કઈ દર્શનમાં જોવામાં નહિ આવે. બ્રાહ્મણ જૈન થયા છે, ક્ષત્રિએ રાજપાટ છોડ્યાં છે, વૈશ્ય એનાં અંગ બની રહ્યાં છે, સુતાર, લુહાર, કુંભાર, ઘાંચી સર્વ ભગવાનના પ્રાસાદમાં સમકક્ષાએ છે. હરિકેશિ જેવા ચંડાળના કુળમાં જન્મેલાને અને મેતાર્ય જેવા અસ્પૃશ્ય કુળમાં જન્મેલાને એણે એક જ ભૂમિકા પર બેસાડ્યો છે અને પાંચસે પાડાને નિરંતર વધ કરનાર કાલકસુરિ કસાઈ પણ એના સમવસરણમાં આવી શકે છે. જન્મથી જાતિ માનવામાં આવે તે જૈનદર્શનને એક પણ મુદ્દો ટકી શકે નહિ અને તેથી પ્રયાસસિદ્ધ મેક્ષ માનનાર જૈનદર્શને સર્વ પ્રાણીને પિતાની છત્ર નીચે આત્મિક ઉન્નતિ કરવા રજા આપી છે. ભગવાનના સમવસરણમાં ચંડાળ માટે અલગ સ્થાન નહોતું અને હરિકેશિમુનિ ઘરે વહેરવા આવે તે રસોડા સુધી જઈ શકતા હતા. જે દર્શન કમઠ અને ધરણેન્દ્ર ઉપર સમાન મનવૃત્તિ ઉપદેશે ત્યાં વ્યક્તિગત ભેદ કેમ હોઈ શકે? કોઈ પણ પ્રાણ અમુક ગોત્રમાં જન્મે તેથી ધર્મ સ્વીકાર કે ધર્મારાધન માટે નાલાયક થાય છે એ જૈન ધર્મને એક પણ સિદ્ધાંત નથી, એવો શબ્દપ્રયોગ પણ નથી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com