________________
પ્રકરણ ૬ ઠું.
ચરણકરણાનુયોગ નવયુગને એમ લાગશે કે છેલ્લા થોડા સૈકાઓથી અત્યાર સુધી ધર્મ શબ્દની વ્યાખ્યા ખૂબ સંકોચાઈ ગઈ છે. એને એમ લાગશે કે જે ધર્મ નય–દષ્ટિબિન્દુઓના સિદ્ધાન્ત રજૂ કરી શક્યો, જેણે ન્યાયને એના અપૂર્વ સ્વરૂપમાં બતાવ્યું, જેનો પ્રમાણુવાદ અકાવ્ય ગણાય, જેણે જ્ઞાનને અદ્ભુત પદ આપ્યું, જેણે ઊંચામાં ઊંચી દશામાં પણ જ્ઞાનને આત્મા બતાવ્યો, જેણે કર્મ નિગોદ નિક્ષેપને અતિ ઉચ્ચ રીતે વર્ણવ્યાં, જેણે વિશ્વવ્યવસ્થાને અનાદિ હોવા છતાં પરિય સ્વરૂપ આપ્યું, જેણે આત્માની અનંત શક્તિ બતાવી, જેણે બુદ્ધિગ્રાહ્ય વિકાસમાર્ગ સમજાવ્યો અને જેણે જગવંદ્ય યતિમાર્ગ અને શ્રાદ્ધમાર્ગની પ્રરૂપણ કરી, જેના ભગવાનના સમવસરણમાં આસ્તિક-નાસ્તિક, ભક્ત-વિરોધી, સેવક-સેવ્ય, ચક્રવર્તી અને ભિક્ષુક, બ્રાહ્મણ અને વૈશ્ય, ક્ષત્રિય અને શક પિોષાણા, જેને આ માર્ગ અક્કલથી સમજાય તે, વિવેકથી ગળે ઉતરે તેવો, બાહ્યશુદ્ધિ અને અંતરશુદ્ધિને સરખું સ્થાન આપનાર-તેની છેલ્લા ઘેડા સૈકાઓમાં શી રિથતિ કરવામાં આવી છે? એ ધર્મને મૂળ
સાવ
રણ
સજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com