________________
નવયુગને જૈન
અને વર્તમાન દેશકાળને બરાબર તળશે અને સમયધર્મને પિછાની તે અનુસાર પોતાનું વર્તન તેની નજરે ધમ્ય માર્ગ લાગશે ત્યાં ગોઠવશે.
એ પ્રત્યેક ગુણોની પરસ્પર અસર કેવી થાય છે તેની ખૂબ ચર્ચા કરશે. લજજાવાનને દયાળુ રહેવું હોય, દીર્ઘદર્શને અધિકારી વર્ગની ઉછુંખલતા ઉઘાડી પાડવી હોય, સૌમ્ય માણસ રાજકારણમાં ભાગ લે ત્યાં રાષ્ટ્રહિત જાળવવામાં કેવા પ્રકારની શાંતિ રાખવી જોઈએ વગેરે આ નવીન વિચારણામાર્ગ ઊભો કરી એ પ્રાચીન બાબતને એના વર્તમાન આકારમાં બરાબર ગોઠવશે. ટૂંકમાં કહીએ તે વર્તનના ગુણોને એ તદન નવીન આકાર આપશે અથવા જૈન પરિભાષામાં કહીએ તે મૂળ બાબતોને અનુરૂપ એ આખી સમાચારી નવીન રૂપે ઘડશે. આમાં મૂળ મુદ્દાને વિરેાધ ન આવે અને વર્તમાન યુગમાં જૈન પ્રજા પરસ્પર અવિરેધે ત્રણે વર્ગ સાધી શકે એ એનું સાધ્ય અવશ્ય રહેશે, પણ પરિસ્થિતિ એટલે પલટો પામી જશે કે ઉપરચેટિયા સમજનારને એમાં ધર્મ ઉથલાઈ જતો દેખાશે.
આ તે ચારિત્રના શરૂઆતના માર્ગાનુસારીના ગુણેને અંગે વાત થઈ. એની અંદરના વિચારણાનાં સાધનો અને મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આગળ એ શ્રદ્ધામાર્ગમાં પણ મોટો ફેરફાર કરી બતાવશે. એ ફેરફારની દિશાઓનું નિરૂપણ આગળ થશે.
ચરણની સાથે કરણની વાત પણ અહીં કરી નાખીએ. કરણ એટલે ક્રિયા-અનુષ્ઠાન. એને અંગે નવયુગનું વલણ કેવા પ્રકારનું રહેશે તે ભારે અગત્યને સવાલ છે. ભારે અગત્યનો ખરે સવાલ તે દ્રવ્યાનુયોગને છે જે તરતમાં જ હાથ ધરવાનો છે, પણ ક્રિયાને એટલું મહત્વ અપાયું છે કે આ જમાનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com