________________
પ્રકરણ ૬ હું
અને દેશકાળ–સમયધર્મ એ જૈન ધર્મનું આવશ્યક અંગ છે એમ તે સમજશે. એટલું જ નહિ પણ એમ ન સમજનાર જૈન ધર્મના સામાન્ય મુદ્દાને કે રહસ્યને સમજી શક્યા નથી એમ તેને લાગશે. એનામાં વળી વિશેષ વિવેક એટલે આવશે કે ચર્ચા કરી સમજવા પ્રયત્ન કરશે, દેરાકાળના નિયમને લાભાલાભની તુલનાને કટિ ઉપર ચઢાવશે અને પિતાને અભિપ્રાય ફેરવવા આતુર રહેશે.
ચરણકરણની સ્વતંત્રતા ટૂંકમાં કહીએ તે ચરણકરણ – ચારિત્ર અને ક્રિયામાં એ સર્વને છૂટછાટ આપવા ઉઘુક્ત રહેશે અને છતાં તે સ્વચ્છંદતાને કદિ નહિ સ્વીકારે. જ્યાં સુધી બને ત્યાં સુધી સનાતન માર્ગના સિદ્ધ માર્ગોને અનુસરવા એ આગ્રહ રાખશે, પણ કોઈને વિચારપૂર્વક અન્ય માર્ગે પિતાની સિદ્ધિ સાધતો તે જોશે તે પણ તેથી સાધનધર્મના સંબંધમાં તેની સાથે તે વિરોધ નહિ કરે અથવા તેને ઉખેડી ફેંકી દેવાને અજેનમાર્ગ કદી અખત્યાર નહિ કરે.
એ મુખ્ય આધાર દષ્ટિબિંદુ ઉપર જ રાખશે. દાખલા તરીકે એ લજ્જાળુપણાને ગુણમાં જરૂર માનશે, પણ બેરી માંદી હાય, દાક્તરને બોલાવવાની જરૂર હોય છતાં માબાપ બેઠા એ કામ તેનાથી થાય નહિ એવી લજજામાં તે નહિ માને. એ પાપથી લજજા પામશે, પણ એના બાપદાદાના લજજા સંબંધીના ખ્યાલો અને તેના ખ્યાલમાં જમીન આસમાન જેટલું તફાવત પડી જશે અને છતાં તે જૈન મટી જાય છે એવું તેને લાગશે નહિ અને કઈ તેને તેમ મનાવવા પ્રયત્ન કરે છે તે વાત ઉપર તે વિચાર જરૂર કરશે, પણ અમુક સ્થાનેથી આવે છે માટે તે આંખે મીંચીને સ્વીકારી લેશે નહિ. દરેક બાબતમાં તે મૂળ આશય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com