________________
_
_
પ્રકરણ ૬ હું
નથી એવી વ્યાખ્યા એને માન્ય નહિ થાય. એ ત્યાગધર્મને ખૂબ પિષણ આપશે. બને તેટલો ત્યાગ કરે એ જૈન ધર્મનું પરમ રહસ્ય છે એમ તે બતાવશે. એને આખો મૂળ માર્ગ જોતાં ઐતિહાસિક નજરે લાગશે કે જૈન ધર્મના નીતિવિભાગનું આખું ચણતર અહિંસા, સંયમ અને તપ પર થયેલું છે. એને અહિંસાની ખૂબ તાલાવેલી લાગશે. એને જે હાસ્યાસ્પદ રૂપ અપાય છે તેને બદલે એ વૈજ્ઞાનિક રૂપ આપશે. સંયમને ઉચ્ચ આસને બેસાડશે અને તપનાં ગુણ ગાશે, પણ એ જૈન ધર્મનું સર્વસ્વ છે એમ એ કદી નહિ માને. એના તરફ પૂર્ણ પ્રેમ રાખી એને જીવવા એ પ્રયત્ન કરશે, પણ એનું મુખ્ય લક્ષ દ્રવ્યાનુગ તરફ રહેશે. એ જૈન ધર્મના પ્રત્યેક નિયમનો અભ્યાસ અને વર્તન કરશે. એને પ્રત્યેક નિયમનું પૃથક્કરણ કરતાં આવડશે. એ લાભાલાભની તુલના કરશે. એ દેશકાળના સૂત્રોને વ્યવહારુ રીતે લાગુ પાડશે અને એ એમાં અટવાઈ નહિ જાય.
આ દેશકાળના સૂત્રને જરા ખુલાસાની જરૂર છે. એને જૈનદર્શનના ચરણકરણને અભ્યાસ કરતાં જણાશે કે વિધિ કે નિષેધને જૈન દર્શનમાં સ્થાન નથી. એકાંતની જ જ્યાં પોષણ ન હોય ત્યાં અમુક આમ જ કરવું જોઈએ કે અમુક આમ ન જ કરવું જોઈએ એવો નિશ્ચય ન હોઈ શકે. એને શાસ્ત્રમાં માલૂમ પડશે કે પ્રત્યેક ક્રિયા કરતાં પહેલાં લાભાલાભની તુલના કરવાની હોય છે. જે કાર્યમાં લાભ વિશેષ અને હાનિ એછી તે વ્યક્તિગત દષ્ટિએ તેને કરવા યોગ્ય. આ એક મુદ્દાને ચરણકરણને સિદ્ધાંત.
દેશકાળની નજરથી વિવેક બીજે સિદ્ધાન્ત દેશકાળને અનુસરી નિર્ણય કરવો. એ બાબતની પરવાનગી એની નજરે જૈનદર્શન આપે છે એમ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com