________________
નવયુગને જૈન
*----
-
*
-
, *
* * * * --
-----
--
---
-
-
-
એને ચાલુ ક્રિયા તરફ અરૂચિ કે દેવ નહિ થાય, પણ એ ક્રિયામાં જે બાહ્ય ધામધૂમ અને ઓટો ભભકે દેખાય છે તે એને રૂચશે નહિ. સાદાઈ અને એકાગ્રતાને એ વધારે સ્થાન આપશે. પોતાના કાર્યમાંથી એને અવકાશ મળશે તે એ પૂજન આદિ જરૂર કરશે, પણ એને સેવાભાવમાં એટલી લય લાગશે કે એની સાથે વિરોધ થતું હોય ત્યારે એ સેવાભાવને પ્રાધાન્ય આપશે.
બાહ્ય ક્રિયારૂચિવાળા લેકે મેટા પાયા ઉપર વરઘોડા ચઢાવવામાં ધર્મને ડંકે વાગતે જોઈ શકે છે તે એને નહિ રૂચે. એને એ બાહ્ય ધામધૂમ વર્તમાનયુગમાં બીનજરૂરી લાગશે. આખી કામ કચરાઈ જતી હોય અને એક બાજુએ મિષ્ટાન્નમાં હજારે રૂપિયા ખરચતા હોય અથવા પ્રેમી ભકતો લાખો રૂપિયા ખરચી હીરાજડિત મુકુટકુંડળ ઘડાવતા હોય એમાં એને પ્રત્યક્ષ વિરોધ દેખાશે. જ્યારે દેશમાં ધનધાન્યની સમૃદ્ધિ હતી, જ્યારે દૂધ વેચવું પાપમય ગણાતું હતું, જ્યારે ચાર માસની કૃષિ કે વ્યાપાર એક વર્ષની આજિવિકા આપતા હતા તે વખતે એવી ધામધુમનું સ્થાન કદાચ સમજી શકાય, પણ વર્તમાન પરિસ્થિતિમાં તે રીતસરના નિર્વાહ માટે મોટો પ્રયાસ કરવો પડે છે ત્યાં એ ધામધૂમને સ્થાન જ ન હોઈ શકે એમ તે માનશે. એના ઇતિહાસના જ્ઞાનથી એ બતાવી આપશે કે હિંદના સુખી દિવસમાં પણ એ બાહ્ય ધામધૂમે ધર્મનાં મૂળને સડાવી નાખનારી નીવડી હતી એમ તત્કાલીન વિચારકે લખી ગયા છે. તેથી એ પ્રકારની ધામધૂમે જૈનેને આડે રસ્તે ઉતારી જ્ઞાનમાર્ગથી વંચિત રાખ્યા છે, એમ છતાં આ યુગમાં તે કોઈ પણ રીતે બાહ્ય ધામધૂમને સ્થાન કે અવકાશ નથી જ એમ તે ભાર મૂકીને માનશે અને તે વાતને પ્રચાર પણ એ વગર આશંકાએ અને પરિણામની દરકાર કર્યા વગર કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com