________________
પ્રકરણ ૬ ઠ્ઠું
પ
માણસાને એ સવાલ વધારે ઉપયોગી લાગે તે બનવાજોગ છે. એ સવાલને પણ સાથે સાથે જ અવલેાકી જઈએ.
ક્રિયા અનુષ્ઠાનની ઉપયોગીતા નવયુગ જરૂર સ્વીકારશે. એ દ્રવ્યપૂજન, આવશ્યક, પૌષધ, સામાયિક આદિ સર્વ ક્રિયાને ચેાગ્ય સ્થાન આપશે. જે અધિકારીને એમાં રસ પડે તેને તે કરવા દેશે. પણ એ ક્રિયાને સસ્વ નહિ માને. બાહ્ય ક્રિયા કરે તે જ જૈન રહી શકે એવી તેની માન્યતા નહિ થાય. એ અંતવૃત્તિની સુધારણામાં વિશેષ માનશે, દ્રવ્યપૂજામાં ચાર કલાક ગાળી દુકાને જઈ ૭૨ ટકા વ્યાજ લેનારને તે પ્રભુવચનને માનનાર નહિ ગણે. એની ભાવના વધારે સક્રિય સ્વરૂપ ધારણ
કરશે.
ક યાગમાં સેવાનું પ્રાધાન્ય
એને! કમ યાગ સેવાનું સ્વરૂપ લેશે. એ દીન, અનાથ, દુ:ખીની સેવા કરવામાં સક્રિય કયાગ માનશે. એ માંદાની માત્રજત, પ્રસૂતિમાં પીડાતી સ્ત્રીની સુવાવડમાં માનશે. એ સુંદર આરાગ્ય ભવના, દવાખાનાં, વાચનાલયા, અનાથાલયા, ઉદ્યોગમદિરા, વિદ્યાર્થીગૃહા, વિધવાદિરાની સેવા કરવામાં પેાતાનું કર્તવ્ય સમજશે. એ પાતાનાં સુખ સગવડ કે આરેાગ્યની દરકાર કર્યો વગર જનતાની સેવા અને તેટલી નિઃસ્વાર્થ દષ્ટિએ કરવામાં ક્રિયાયોગ સાધશે. જનતાને જ્યાં જ્યાં સેવાની જરૂર જણાય ત્યાં ત્યાં એ દોડી જશે અને ખડે પગે કા` બજાવશે. એને ક્રિયામા તદ્દન જુદું સ્વરૂપ લેશે. એ બેસી રહેવામાં, આળસુની જિંદગી ગુજારવામાં, કુથલી કરવામાં, આધાર વગરની વાતા કરવામાં નહિ માને, પણ વ્યવહારૂ વિવેકવાળી ક્રિયા કેવી રીતે કરવી તેની સમજણપૂર્વક એ પોતાનું કાર્ય ક્ષેત્ર શોધી લેશે,
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com