________________
પ્રકરણ ૫મું
અને આવાં વિદ્યાર્થીગૃહે ધાર્મિક શિક્ષણ રસપ્રદ રીતે ઐચ્છિક પદ્ધતિએ અને વગર ગોખણપટ્ટીએ તદ્દન અભિનવ પદ્ધતિએ
છ મહાન દાર્શનિકોને ઉત્પન્ન કરશે. ફતેહમંદ ધાર્મિક શિક્ષણની તદ્દન નવી પ્રણાલિકા છે એને અમલ કરશે અને જ્ઞાનપૂર્વક શ્રદ્ધાવાળા વિશિષ્ટ જૈનેને મેટ સમૂહ ઉત્પન્ન કરશે.
કઈ પણ પ્રકારના કેળવણીના ક્ષેત્રને એ તિરસ્કારશે નહિ, એ નવી દલીલ કે શંકા સ્થાનેથી ગભરાશે નહિ અને જ્ઞાન એ દીવો છે, જ્ઞાન એ પ્રકાશ છે, જ્ઞાન એ અમૂલ્ય રત્ન છે, જ્ઞાન એ મોક્ષમાર્ગનું અપ્રતિહત ઠાર છે એ વાતને આ વિદ્યાર્થીગૃહે સાબિત કરશે, સિદ્ધ કરશે, વ્યવહારૂરૂપે સમાજ સમક્ષ પ્રેમભાવે ધરશે.
આવી સંસ્થા પૈકી કેટલીક અભ્યાસ સંસ્થાઓ પણ થશે અને કેટલીક વિદ્યાર્થીનાં આશ્રમ સ્થાન હોઈ માત્ર વાસગ્રહો તરીકે રહેશે, છતાં ત્યાં સચ્ચારિત્રની ખીલવણીનાં સાધને અને વાતાવરણ ખૂબ જામશે, જૈનના સંદેશા દુનિયાને પહોંચાડવાનાં તે કેન્દ્રો બનશે અને પ્રત્યેક ગૃહમાં અર્વાચીન પદ્ધતિએ તદ્દન નૂતનરીયા ધાર્મિક શિક્ષણ આપવામાં આવશે અને આખું જૈન વાતાવરણ રાષ્ટ્રહિતની નજરે જાશે. એ સંસ્થાઓ દુનિયાને મંત્રી અને પ્રેમના સંદેશા પહોંચાડશે અને નવયુગની સંહિતાઓ રચશે. એ એક ભારે ખૂબી એ નીપજાવી કમાલ કરશે કે મૂળ સિદ્ધાન્તના અવિરેધપણે આખી શાસનપદ્ધતિમાં મહા પરિવર્તન નીપજાવશે અને તેના સંદેશાઓ જૈન દુનિયા આતુરતાથી તપાસશે અને પ્રેમભાવે સ્વીકારશે. આવી સંસ્થાઓને ભીખ માગવી નહિ પડે, ઊલટું તેઓ પાસે એટલી બક્ષીસે અને રમે આવશે કે તેમને
ના કહેવાનો સમય આવી લાગશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com