________________
પ્રકરણ ૫ મું
જેને વકીલ, દાક્તર કે ઈજનેર થવું હોય તેને તે ધંધા માટે તૈયાર થવા તે પ્રેરણા કરશે, યેજના કરશે, સાધને તૈયાર કરી આપશે. પદાર્થવિજ્ઞાન, ગૃહવિદ્યા, યંત્રવિદ્યા, કળા, કૌશલ્ય, તિષ, પ્રાચીન શોધખોળ, ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, કાવ્ય, રસશાસ્ત્ર, આયુર્વેદ આદિ અનેક ખાસ વિષયમાં રસ લેનારને તે માટેની જરૂરી જોગવાઈ નવયુગ કરી આપશે.
એ વિદ્યાર્થીમંદિરે જશે કે ચલાવશે અને તેમાં રાષ્ટ્રીય ભાવનાની ખૂબ પિપણું કરશે. એના પ્રત્યેક વિદ્યાર્થીને એ સાચો ધર્મસેવક દેશસેવક અને સમાજસેવક રહેતાં શીખવશે. એનામાં દિગંબર સ્થાનકવાસી કે મૂર્તિપૂજકના ભેદ નહિ દેખાય. એ સર્વત્ર અંશ સત્ય, આશા અને દૃષ્ટિબિંદુઓ મધ્યસ્થ નજરે ઝનૂન કે દ્વેષ વગર જોઈ જાણી સમજ વ્યવહારમાં મૂકી શકશે અને જૈન વિદ્યાર્થીગૃહો એ કોમી સંસ્થા નથી પણ રાષ્ટ્રનાં જરૂરી અંગે છે અને તેમાં રહેનાર રાષ્ટ્રભાવનાના કેંદ્ર બની શકે છે અને એ સાક્ષાત્કાર કરાવશે. એવી સંસ્થાઓમાં દિગંબર શ્વેતાંબર બનેનાં મંદિરે પડખોપડખ રહેશે અને સ્થાનકવાસી ભાઈઓ માટે સામાયિકશાળા પુસ્તકાલય સાથે તે જ સંસ્થામાં રચાશે અને ત્યાં સર્વ જૈન બંધુભાવે મળી સમયધર્મની ચર્ચા કરશે અને પિતપિતાની માન્યતા વિચારવિનિમય દ્વારા પૃથક્કરણ કરી એકબીજાની સન્મુખ આવશે.
એ વિદ્યાર્થીગૃહો શું કરશે? એવાં વિદ્યાર્થીગૃહો વળી વિદ્યાનાં કેન્દ્રો બનશે. ત્યાં સરસ્વતી દેવી સાક્ષાત પધારશે. ત્યાં જૈન ધર્મની શોધખોળ ચાલશે.
અનેક મહાપુરુષનાં ચરિત્ર ત્યાંથી પ્રગટ થશે. અતિ મહાન સિદ્ધાંતને વારસે જૈનદર્શને આપ્યો છે તેને યોગ્ય સ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com