________________
પ્રકરણ ૪ થુ
૪૯
* * *--
**--
**-
---*****
****
*
આખી જૈન ધર્મની ઈમારતનું રહસ્ય સમજનારને એ વાતમાં શંકાને સ્થાન પણ નથી.
સાચું સગપણ આથી પિતાના આત્માની ઉન્નતિ કરવા ઈચ્છનાર કોઈ પણ વ્યક્તિ જૈન ધર્મને સ્વીકાર કરી શકે છે. અને જૈન ધર્મને સ્વીકાર કરનાર સ્વધર્મ બંધુ થાય છે, સર્વ પ્રકારે સંવ્યવહારને
ગ્ય થાય છે અને “સાચું સગપણ જગમાં સામી તણું” એ વાત જે ધર્મ પોકાર કરીને કહે છે ત્યાં બીજી વાતને સંભવ પણ કેમ હોય? અહીં ‘સામી’ એટલે સ્વધર્મ સમજવો. જ્યાં જેને જૈન મળે ત્યાં ખરું સગપણ જામે છે, સાચાં સગાં એ કહેવાય છે અને એ સંબંધને અનેક રીતે બહલાવવા સ્વામીવાત્સલ્યના પ્રકારે અને બારમા વ્રતને મોટે ભાગે યોજાયેલ છે. આ સર્વ વાત દીવા જેવી છે છતાં નવયુગના જૈનને સવાલ થાય છે કે જૈન ધર્મને સ્વીકાર કરાવવાની જરૂરિયાત દષ્ટાઓએ સ્વીકારી છે અને જાતિભેદને જૈન દર્શનમાં સ્થાન નથી છતાં જૈનમાં આવક કેમ બંધ થઈ ગઈ? અને હતા તેમાંથી અનેક બહાર કેમ નીકળી ગયા?
નવા જૈનેની ભરતી કેમ ન થઈ? દુઃખની વાત એવી બની છે કે છેલ્લાં પાંચ વર્ષમાં જૈન બનાવવાનું કામ જ બંધ પડી ગયું છે. અંદર અંદરની તકરારે, ગચ્છના ઝઘડા, પદવીની મારામારીઓ અને બાહ્ય ધમાલ આદિ અનેક કારણે હતું તે ગુમાવ્યું છે અને ન વધારે બંધ પડી ગયો છે. પાંચમા સૈકા આસપાસ રત્નપ્રભાચાર્યે ઓશવાળ ક્ષત્રિયોની દોઢ લાખ જેટલી સંખ્યાને જૈન બનાવી, હેમચંદ્રાચાર્યો બ્રાહ્મણોને ભોજક બનાવ્યા–એવા અનેક પ્રસંગોને બદલે પૂરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com