________________
૩૮
નવયુગને જૈન
- -
- -
-
-
-
-
-
-
કાઢે તે કોઈ કોઈ સ્થળે સ્થાનક પાસે ઊભા રહી કાનમાંથી કીડા ખરે એવું સ્થાનકવાસી માટે ગાય અને તેમ કરવામાં ધર્મ માને. એ ઝઘડાઓ રાજ્યારે પણ ગયા. ખીલીઓ ઠેકાણી. એ ખીલીઓ વચ્ચે વરઘોડે ઊભો ન રહે એમ રાજ્ય ઠરાવ્યું તે પહેલી ખીલી આગળ અને બીજી ખીલી પાછળ ભયંકર દયે થયાં. એ ઉપરાંત સાંસારિક ઝઘડાઓને પાર ન રહ્યો. કન્યાવ્યવહારમાં તૂટ પડવા માંડી અને વાત એટલે સુધી વધી પડી કે પૂજ્ય પુરુષેનાં મૃત દેહે ભર બજારમાં બે બે દિવસ રખડવા લાગ્યાં.
આમાં કોઈને વિચાર ન આવ્યો કે આ ઝઘડા શેને માટે? કોને માટે? વીતરાગના ધર્મમાં આ વાત હોય? અને એમાં કયો મુદ્દાને સવાલ હતો? જેને મૂર્તિપૂજાની ઇચ્છા ન હોય તે તેને ન માને, ન કરે, ન આદરે છે તેમાં અન્યનું શું જાય?
અને સ્થાનકવાસી ભાઈઓ પણ એટલી ઉદારતા ન રાખી શક્યા કે મૂર્તિને આલંબન માનનારા ભલે માને, બાળ જીવોને એ પ્રબળ નિમિત્ત છે અને સમાજને માટે ભાગ તે બાળ વર્ગને જ હેય છે. વયથી બાળ ન હોય તેવા અનેક માણસો આલંબનની બાબતમાં બાળ હોય છે અને વગર આલંબને ધર્મને વિસરી જાય છે. આટલી ઉદારતા તેઓ ન રાખી શક્યા અને બન્ને વર્ગ વચ્ચે અંતર વધતો જ ગયો અને વધતો જ ગયો.
બને ફરકામાં તત્ત્વ સંબંધી જરા પણ મતફેર નથી. સર્વ ક્રિયા પણ એક મુદ્દા પર જ રચાયેલી છે, મહાવ્રતો ગુણવત શિક્ષાવતે અનુવ્રતે પણ એકસરખાં જ છે, બને ચૌદ ગુણસ્થાનક જ માને છે, આઠ મેં માને છે, એની ઉત્તર પ્રવૃત્તિ ૧૫૮ માને છે, અને વર્ગનું સાધ્ય મેક્ષ છે, મોક્ષની વ્યાખ્યામાં ભેદ નથી, મેક્ષ પ્રાપ્ત કરવાનાં સાધનો પૈકી માત્ર સ્થાપના નિક્ષેપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com