________________
પ્રકરણ ૩ જુ
૭ મૂતિ માનવાને ઝઘડે વેતાંબર સંપ્રદાયમાં છેલ્લાં અઢીસો વર્ષમાં સ્થાનકવાસી ભાઈઓ સાથે ઝઘડે ચાલે છે અને વીતરાગના મતમાં એ ઝઘડાએ ઘણું ભયંકર રૂપ પકડ્યું છે અને અનુયાયીઓ બે પક્ષમાં વહેંચાઈ ગયા છે. લગભગ અઢી વર્ષ પહેલાં કેઈ અધ્યાત્મરૂચિવાળા અભ્યાસીને એક પ્રશ્ન થયે કે “વીતરાગ જેવી ન ભૂતે ન ભવિષ્યત આદર્શ ભાવના, જે ખરેખર ધ્યાન કરવા યોગ્ય છે, જીવવા ગ્ય છે, આચરવા યોગ્ય છે, તેને પથ્થર કે લાકડા જેવું સ્થૂળ રૂપ આપવું એ એ ભાવનાને ઉચ્ચ સ્થાનકેથી ઉતારી પાડવા જેવું છે. એમને કદાચ તે વખતના દ્રવ્યપૂજાના પ્રચારમાં પણ અત્યુદ્રિક જણાયો હશે. ગમે તે કારણે મૂર્તિપૂજા ન હોવી જોઈએ એ મત તેમણે બતાવ્યો અને ઉપદે. તેના અનુયાયની મોટી સંખ્યા થઈ
મૂર્તિ તે માત્ર સાધન છે. ભગવાનની ગેરહાજરીમાં ભગવાનને યાદ કરાવનાર નિમિત્ત છે અને ભાવપૂજાનું કારણ છે. છતાં મૂર્તિ માનનારને એ સંબંધમાં એ આગ્રહ થયો કે મૂર્તિપૂજા ન સ્વીકારનાર જૈન જ નથી, મિથ્યાત્વીથી પણ ખરાબ છે અને તદ્દન નિંદવા યોગ્ય છે. આ પ્રકારનો ઉપદેશ શરૂ થયે.
અને એક વાર ઘર્ષણ થયું એટલે પછી એને છેડે ક્યાં આવશે એને પ જ રહ્યો નહિ. અરસ્પરસ બને વર્ગો ખૂબ લડ્યા. લડ્યા તે એવું લડ્યા કે અનેક સ્થળે તે તોફાને થયાં. એકબીજાના વરઘોડા તેડી પાડવા, ન છાજે તેવા શબ્દોમાં ટીકા કરવી અને પારાવાર વૈરને પોષવું એ જાણે નિયમિત વાત બની ગઈ અને પદ્ધતિસરના ઉપદેશથી એ વાતને બન્ને વર્ગના ઉપદેશકોએ પિષી, પ્રચારી અને વધારી મૂર્તિને માનનારા વડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com