________________
૪૨
નવયુગને જન
.૫
/૮
મૂક્યો અને નવયુગને આખા સાધુવર્ગ તરફ અપ્રીતિ અને ધર્મ તરફ અશ્રદ્ધા થાય તેનાં કારણ બન્યા. જ્યાં પ્રશ્નની મહત્તા હેય અને જોખમ ખેડવાની જરૂર હોય ત્યાં છેલ્લે પેગડે પણ બેસવું પડે છે, પણ નિકાલ શક્ય હોય તેવી બાબતમાં થોડા અંતેવાસીની અદૂરદર્શી સલાહન ભોગ થઈ પડનાર એ ગીતાર્થો (?) માત્ર પૂર્વકાળથી ચાલી આવતી ઝનૂની વૃત્તિના પોષક જ થઈ શક્યા, તેડ ઉતારતાં ન આવડ્યો અને ગૂંચવણને નિકાલ કરવાને બદલે તેમાં પોતે જ ગૂંચવાઈ ગયા, અટવાઈ પડ્યા અને આખા સમાજને નિરર્થક ફટકો આપવા જતાં પતે તે ચક્કરમાં આવી
પડ્યા.
જે પદ્ધતિએ બાળદીક્ષાને પ્રશ્ન ચર્ચે છે તે જ પદ્ધતિથી ઉપર જણાવેલા બીજા ઝઘડા લડાયા છે, માત્ર તે કાળમાં છાપાં નહોતાં તેથી ઢેડફજેતે અત્યારના યુગ જેવો થતો નહત, બાકી પદ્ધતિમાં હજુ જરા પણ ફેરફાર થયો નથી એમ નવયુગ કળકળીને ઈન્સાફ કરશે ત્યારે કેમને ચકરાવે ચઢાવનારા તે ક્યાં વિરાજ ગયા હશે?
વર્તમાનયુગના દીક્ષાના ઝઘડાની વાત લખતાં પણ શરમ થાય તેવું છે. એને સમન્વય છે, નિકાલ છે અને એ ઝઘડે તદન મામુલી હોઈ કરવા યોગ્ય નહોતો એ બતાવી શકાય તેવું છે. એને ફેંસલો આવતા યુગ ઉપર રાખી અત્ર તે તેની પદ્ધતિ ઉપર જ ટીકા કરીએ. એમાં ઝનૂન, ઈર્ષા, પ્રસંગને વલણ આપવાની આવડતની ગેરહાજરી, પરિસ્થિતિને પહોંચી વળવાની કમતાકાત અને દીર્ધદષ્ટિનો અભાવ ડગલે ને પગલે દેખાઈ આવશે એટલી જ ટીકા કરી એ વર્તમાનપ્રકરણને બંધ કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com