________________
પ્રકરણ ૨ જું
આ ચરણકરણાનુયોગ દેશ, કાળ, પરિસ્થિતિ, સંધયણ, અધિકારી, ક્ષય પશમ આદિ અનેક કારણે ફરતે જ રાખવામાં આવ્યું છે. એક એક પ્રસંગ લઈને એમ બતાવી શકાય તેવું છે કે એ વાત આમ જ કરવી જોઈએ એવો નિશ્ચય ક્રિયામાર્ગને અંગે હોઈ શકે જ નહિ. સાધુયોગ્ય અનુષ્ઠાન શ્રાવક કરે છે તે ગૂંચવાઈ જાય છે અને શાંત માર્ગે એકાંતમાં આત્મહિત સાધનાર ચગી તત્ત્વજ્ઞાનીનો માર્ગ સ્વીકારે છે અથડાઈ પડે છે. વિશિષ્ટ જ્ઞાનીઓએ તેટલા માટે ચરણકરણ અનુષ્ઠાન ક્રિયાને અંગે ખૂબ છૂટ રાખી છે. જેને જે માર્ગે પિતાના આત્માને ઉદ્ધાર દેખાય, જે રસ્તે સાધ્યપ્રાપ્તિ નજીક દેખાય તે માર્ગ તેણે આદર. એમાં એથી જુદે માર્ગ લેનાર જૈન નથી એવો શબ્દોચ્ચાર કરવાને કોઈને અધિકાર નથી, મિથ્યાત્વી શબ્દ કોઈને માટે વાપરવાની પરવાનગી પણ નથી અને મોક્ષમાર્ગને કે તેને ઉપદેશ કરવામાં કોઈને સદર પરવાને આપવામાં આવ્યું નથી.
આ મુદ્દાની વાત છેલ્લા સાત વર્ષમાં તદ્દન ભૂલાણી નથી તે ઉપેક્ષાને પાત્ર રહી છે તે ઐતિહાસિક ઝઘડાનાં એક એકનું સ્વરૂપ જોતાં જણાઈ આવશે. આ પ્રથમ સૂત્ર થયું.
સંકુચિતતાએ કરેલ સંહાર અને બીજું સૂત્ર એ છે કે સર્વ દર્શનને પિતામાં સમાવી શકે એ વિશાળ જૈન ધર્મ તે છેલ્લા સાત વર્ષોમાં અતિ સંકુચિત કરી નાંખવામાં આવે છે. એના સર્વગ્રાહી સિદ્ધાત જનતાને પાટલે રજૂ કરવાને બદલે એને ઉપાશ્રયમાં અને પુસ્તકમાં કેદ કરવામાં આવ્યા છે અને જતા કાળે ખૂદ પરમાત્માની વાણી વાંચવાને અધિકાર પણ અમુક નાના વર્ગ સિવાય અન્ય જૈન કે જૈનેતરને નથી એવું પ્રતિપાદન કરીને જ્ઞાન અને ચારિત્ર વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com