________________
નવયુગને જૈન
વિશાળ નજરે હજારો લાખોનાં ખર્ચ કર્યા વગર એને નિકાલ લાવશે.
જૈન અને બૌદ્ધ વચ્ચે મતભેદ મુદ્દાને છે. જેન અને વેદાંત વચ્ચે ચર્ચા તલસ્પર્શી છે, પણ કવેતાંબર દિગંબર જૈન વચ્ચેની ચર્ચામાં મુદ્દાને એક પણ સવાલ નથી. આવી રીતે તત્ત્વજ્ઞાન – દ્રવ્યાનુયોગમાં સંપૂર્ણ એકતા હોવા છતાં બનને વચ્ચેના વૈમનસ્ય અત્યંત ખેદકારક રૂપ શા માટે સદીઓ સુધી લીધું હશે એ નવયુગને એક માટે કેય લાગશે.
૩ “ઇરિયાવહિયાને ઝઘડે ઈરિયાવહિયામાં હાલતાં ચાલતાં, કાંઈ કામ કરતાં, લેતાંમૂકતાં કેઈ સૂક્ષ્મ બાદર છવને પીડા થાય તેને માટે ક્ષમાપના માગવાની છે. એના મુદ્દામ પાઠને ભાવ આ પ્રમાણે છે:
“ગમનાગમન આદિ ક્રિયા કરતાં એકથી પાંચ ઈદ્રિયવાળા કોઈ પણ જીવને (1) પીડા ઉપજાવી હોય, (૨) આચ્છાદન કર્યા હોય, (૩) પરસ્પર કે જમીન સાથે મસળ્યા હોય, (૪) એકઠા ક્ય હોય, (૫) સ્પર્શ કરીને દુઃખ આપ્યું હોય, (૬) કષ્ટ પહોંચાડ્યું હોય, (૭) કિલામણું નીપજાવી હોય, (૮) ત્રાસ આ હેય, (૯) એક સ્થાનકેની બીજા સ્થાનકે નાંખ્યા હોય અને (૧૦) એના જીવનને નાશ કર્યો હોય તે પાપ મારે માટે મિથ્યા થાઓ.’
જીવદયાની આ ઉત્કૃષ્ટ ભાવના છે, નાનામાં નાના જીવને માટે ચિંતા છે, જરા પણ વ્યથા થઈ જાય એનું પૃથક્કરણ છે અને ભૂતયાને વિશિષ્ટ ચમકાર આ સૂત્રમાં છે.
તપગચ્છ આદિ અનેક ગચ્છે કઈ પણ ધર્મક્રિયા – સામાયકાદિ શરૂ કરે ત્યારે આ મૂચ્ચારથી પ્રાયશ્ચિત્ત કરે છે અને ક્રિયા પૂરી કરે ત્યારે પણ બીજી વાર કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com