________________
ઘોડો છે. આપણે ઘોડેસવાર છીએ.
સાધના હોવાથી સાધુ - સાધ્વીજી મનને આસાનીથી સાધી શકે. એક્વાર પણ જાપ, સ્વાધ્યાય કે ભક્તિમાં મન જોડાઈ જાય તો એના આનંદનો આસ્વાદ મેળવવાનું વારંવાર મન થશે. રસપૂર્વક મન જાપ આદિમાં જોડાશે તો સ્વયમેવ, સ્થિર બની જશે.
અત્યારે સંપૂર્ણ વિકલ્પોને રોક્વાનો પ્રયત્નન કરો, માત્ર શુભવિચારોમાં રમમાણ રહે. શુભ વિચારોથી અશુભ વિચારો હટાવો. પછી શુદ્ધભાવથી શુભભાવો પણ હટી જશે, પરંતુ અત્યારનું કામ અશુભ વિચારોને હટાવવાનું છે. ”
વાણી - કાયાથી કરેલું કર્યદ્રવ્ય ગણાય. મનથી કરેલું ભાવ ગણાય. દરેક કાર્ય માટે આ સમજી લેવું.
* જયણા કેટલી મહત્ત્વ પૂર્ણ છે?
મહાનિશીથમાં પ્રશ્નોત્તર: ભગવન્! કુશલ અણગાસ્નો આટલો સંસાર શી રીતે વધી ગયો?” “ગૌતમ! એ જયણાને જાણતો નહોતો. જયણા બહુવિશાળ છે. એનહિ જાણવાથી - નહિ જીવવાથી એનો સંસાર વધી ગયો.”
* ભગવાન તરફથી કૃપા અને આપણા તરફથી આજ્ઞા પાલન, આ બન્નેનું મિલન થઈ જાય તો બેડો પાર ! પણ આપણે કહીએ છીએ : ભગવન્! આપની કૃપા પહેલા જોઈએ. ભગવાન કહે છે. પહેલા તારામાં નમ્રતા જોઈએ, આજ્ઞા-પાલન જોઈએ. ખબર નથી આ “અનવસ્થા’ ક્યારે ટળશે?
ભગવાન તો કૃતકૃત્ય છે. આપણે કંઈ કરીએ કે ન કરીએ, એમનું કાંઈ બનતું કે બગડતું નથી, પણ આપણા માટે નિષ્ક્રિય રહેવું મોટો ખતરો છે. આપણે સંસારમાં ટીચાઈ રહેલા છીએ. એટલે જ ‘અનવસ્થાના આ દુશ્ચકને આપણે જ તોડવું પડશે. આપણા તરફથી પહેલ થવી જોઈએ.
આપણે નમ્ર બનીશું, આપણે જો સન્મુખ બનીશું, આજ્ઞાપાલનની સંપૂર્ણ તૈયારી બતાવીશું ત્યારે પ્રભુની અનરાધાર કૃપા આપણા પરવરસી પડશે. ત્યારે આપણને સમજાશે કે ભગવાન તો અનરાધાર કૃપા વરસાવી જ રહ્યા હતા, પણ હું જ અહંકારની છત્રી ઓઢીને ફરતો હતો. મારું જ પાત્ર અવળું હતું અથવા કાણાવાળું હતું
જે કોઈપરમાત્મા છે તે ક્યારેક અંતરાત્માહતા. અંતરાત્મા છે તે ક્યારેક બહિરાત્મા હતા. આપણે જો અંતરાત્મા છીએ તો બહિરાત્મા આપણો ભૂતકાળ છે. “પરમાત્મા'
કહે કલાપૂર્ણસૂરિ ...
••.
૨ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org