________________
સાધ્વીજીઓને માત્ર બેજ આગમ. (ઉત્તરાધ્યયન- આચારાંગ)ના જોગકરવાના છે. આ બે આગમોમાં પણ ૪૫ આગમોનો સાર છે.
પાંચમા આરાના અંતે તો દશવૈકાલિકના ૪ અધ્યયન જ રહેવાના છે. તેમાં પણ સર્વ આગમોનો સાર છે.
“અસંખયું...” ઉત્તરાધ્યયનના ૪થા અધ્યયનની અનુજ્ઞા આયંબિલથી જ થઈ શકે. ૧૩ ગાથા કરે તો જ અનુજ્ઞા થઈ શકે. એવા અક્ષરો મળ્યા છે. નીવીની ગરબડ નહિ કરતા. આપણે ઘણું ભૂલી જઈએ છીએ.
યશો વિ. સ્વાનુભવ બતાવતાં કહે છે. કોઈપણ એક પદાર્થનું આલંબન લઈ લો. તેમાં સંપૂર્ણ એકાકાર બની જાવ. બીજું કાંઈ જ વિચારો નહિ ચિત્ત પોતાની મેળે અદૃશ્ય થઈ જશે. લાકડા બંધ થઈ જતાં આગ સ્વયં બંધ થઈ જાય તેમ!
પણ આ સ્થિતિ અનુભવના પરિપાક પછી આવે છે. તાત્કાલિક નથી આવતી. શાંત હૃદયવાળાના શોક, મદ, મદન, મત્સર, કદાગ્રણ્ય વિષાદ વેર વગેરે તમામ આવેશો નષ્ટ થઈ જાય છે. આ જ જીવનમાં આવું બની શકે છે. આમાં બીજી કોઈ સાબિતીની જરૂર નથી.
અમારા પોતાનો જ અનુભવ આમાં સાક્ષી છે, એમ કહેતા યશો વિ. એ પોતાની અનુભૂતિ ખુલ્લી મૂકી દીધી છે.
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૨૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only