________________
જણ એકી સાથે ભિક્ષા માટે જઈ શક્તો.
* સાધુજીવનમાં એક પણ અનુષ્ઠાન એવું નથી, જેમાં કોઈ અશુભ વિચાર આવી શકે. આપણી ખામીના કારણે અશુભ વિચારો આવી જાય તે જુદી વાત છે. શુભ અનુષ્ઠાનોમાં પણ જો આપણું લક્ષ શુદ્ધ અને શુભ ન હોય તો આત્મશુદ્ધિ ન થઈ શકે, મોક્ષન મળી શકે. હા, સ્વર્ગાદિના સુખો મળી શકે.
* ઉવસગ્ગહરમાં શ્રી ભદ્રબાહુસ્વામી કહે છેઃ ચિંતામણિકરતાં પણ સભ્યત્વ ચડિયાતું છે. જેનાથી જીવો પરમપદના સ્થાન સુધી સહેલાઈથી પહોંચી શકે છે.
* જેઓ (સ્થાનકવાસીઓ) નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે નથી માનતા, તેઓ ભૂલા પડ્યા છે. તેઓએ મૂર્તિનો જ નહિ, આગમોનો પણ નિષેધ કર્યો કહેવાય. આ મોટી આશાતના કહેવાય.
એકલા સૂત્રથી ચાલી જ ન શકે. સૂત્રનો આશય ટીકા વિના સમજી ન શકાય. ક્યું સૂત્રક્યા નયની અપેક્ષાએ? કોના માટે? જિનકલ્પી માટે કે સ્થવિરલ્પી માટે છે? તે ટીકાદ્વારા જ જાણી શકાય.
* હમણાં જ સમાચાર આવ્યા છે કે અમદાવાદમાં બેડાવાળા જવાનમલજીના ૧૮ વર્ષના છોકરાએ પોતાના પર બંદૂકની ગોળી છોડી આપઘાતનો પ્રયત્ન ર્યો છે. અત્યારે જીવન-મરણ વચ્ચે ઝૂલી રહ્યો છે. સંયમમાં વિરાધના કરવી એટલે જાતે જ આપઘાત કરવો. પેલા છોકરાએ તો એક જ વાર આપઘાત ક્ય. આપણે રોજ-રોજ આપઘાત (ભાવપ્રાણોની હત્યા) નથી કરતા?
* શારીરિક શક્તિ હતી ત્યાં સુધી સાત દિવસમાં એકવાર ઉપવાસ થઈ જ જતો. ભગવાને બતાવેલા આ ઉપવાસ છે. અત્યંતર તપને કાર્યકર (શક્તિશાળી) બનાવનાર ઉપવાસ છે. ઉપવાસના દિવસે મન કેટલું નિર્મળ હોય છે! આયંબિલમાં કેટલું નિર્મળ હોય છે મને...?
ઉજ્જૈનમાં ચોદસ વગેરેના દિવસે ચઉવિહાર ઉપવાસ કરી અવંતી પાર્શ્વનાથ ભગવાનના દરબારમાં પહોંચી જતો. આખો દિવસ ત્યાં જ ભક્તિ, ધ્યાન આદિમાં વીતતો.
તપદ્વારા ક્ષયોપશમ પ્રગટે છે, માટે તો યોગોદ્રહનમાં તપનું વિધાન છે. બાહ્યતાની શરત એટલી જ કે તે અત્યંતર તપના લક્ષપૂર્વકનું હોય!
૨૦... Jain Education International
• કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org