________________
જામનગરમાં પ્રથમ વખત અધ્યાત્મસાર + કુમારપાળ વ્યાખ્યાનમાં વાંચ્યું. બીજા ચાતુર્માસમાં વૈરાગ્યકલ્પલતા.
* જંબૂ વિ. જેવા વિદ્વાન પણ આજે રોજ ૨૦ માળા ગણીને જ પાણી વાપરે છે. ભગવાનની ભક્તિ પણ કેટલી જોરદાર..! માટે જ એમનું કહેલું અસરકારક બને છે.
* ગૌતમસ્વામી મરણાસત્ર શ્રાવકને માંગલિક સંભળાવવા ગયેલા. પછી ભગવાને કહ્યું એ મરીને પત્નીના કપાળમાં કીડો બન્યો છે. કારણકે મૃત્યુ વખતે એનું ધ્યાન ત્યાં જ હતું. જ્યાં આપણું મન રહેશે ત્યાં જવું પડશે. કેટલું સારું જો મરણ વખતે પણ આપણું મન પ્રભુમાં રહે!.
* સામાન્ય જાતિથી પ્રભુ સાથે આપણે એક છીએ. વિશેષથી અલગ છીએ.
* મન માટેના ત્રણ આલંબનઃ ૧) અભિરૂપ (મનોરમ) જિનપ્રતિમા તમારું મન પ્રતિમામાં સ્થિર હોવું જોઈએ. તો ચૈત્યવંદન પણ વિશિષ્ટ યોગ બની જાય.
સુરત હોઉં ત્યારે સૂરજમંડન પાર્શ્વનાથના દર્શને અવશ્ય જાઉં! એમની નયનરખ્ય એ પ્રતિમા! આજે પણ યાદ આવે.
બીજું આલંબનઃ વર્ણનું વિશિષ્ટ પદ વાક્યની રચનાવાળા સ્તવનાદિ. આમાં નવકાર સૌથી ઉત્તમ છે.
ત્રિીજું આલંબનઃ ઉત્તમ પુરુષઃ વિહરમાન સીમંધર સ્વામી આદિ તથા ઉપકારી આચાર્ય ભગવંતો આદિ. વિનય વિ.એ તથા યશ વિ.એ પોતાના ગુરુને આગળ રાખેલા.
ઉત્તમપુરુષની નિશ્રામાં આપણું મન વ્યગ્રતા વગરનું મન ભાર વગરનું બની જાય, એનો અનુભવ હશે.
તમને અહીં કાંઈ ફરક લાગે છે? અલગચાતુર્માસ હોયને તમારા માથે જવાબદારી હોય. અહીં કોઈ જવાબદારી ખરી? કોઈપણ આવે મોટા મહારાજનો રસ્તો બતાવી દેવાનો...
આલંબન પ્રશસ્ત હોય તો પ્રાયઃ ભાવ ઉત્તમ થાય જ. પ્રાયઃ એટલા માટે કે અભવ્યજીવ વગેરે ને ભાવ ઉત્તમ ન પણ થાય.
* ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે... પ્રભુના ગુણો પ્રભુને રાજી કરવા માટે નથી. તેઓ તો બધા પર રાજી જ છે. પણ આપણે પ્રભુના ગુણો ગાઈએ તો આપણામાં એ ગુણો જરૂર આવે. આપણા માટે લાભકારી બને “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ......” ૧૮ ...
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org