________________
Ád, ૧૨-૭-૧૯, દ્વિ, જે. ૩. ૧૪
शान्ते मनसि ज्योतिः प्रकाशते, शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ।।
મન શાન્ત થાય છે ત્યારે આત્માનો સહજ શાન્ત પ્રકાશ પ્રગટે છે, અવિદ્યા ભસ્મીભૂત થઈ જાય છે, મોહનું અંધારું ટળી જાય છે. - પૂ. ઉપા. યશોવિજય * એ મહાપુરુષો જેટલી આપણી શક્તિ નથી કે આવા નવા ગ્રંથોનું સર્જન કરીએ. કમ સે કમ આપણે એ વાતોને જીવનમાં ઉતારવા તો પ્રયત્ન કરીએ.
જીવનભરની સાધનાનું ફળ ‘આત્માનુભવાધિકાર’માં એમણે બતાવ્યું છે. આપણે એ જ ફળ થોડીવારમાં મેળવવા ચાહીએ છીએ. એમણે પણ પૂર્વના કોઈ જન્મોમાં સાધના કરી હશે ત્યારે આ જન્મમાં કંઈક ઝલક જોવા મળી હશે ?
૧૨૫, ૧૫૦, ૩૫૦ ગાથાના સ્તવનો, અમૃતવેલ સજ્ઝાય, ૧૮ પાપ સ્થાનક, ૮ દૃષ્ટિની સજ્ઝાય વગેરે ગુજરાતીમાં પણ તેમણે અણમોલ ખજાનો આપ્યો છે. દરેક સાધુ-સાધ્વીજીએ આ બધું કંઠસ્થ કરવા જેવું છે.
* મન આપેણું સેવક છે, છતાં સેવક પર આપણું કોઈ નિયંત્રણ નથી. એ સ્થિર છે કે નહિ ? વફાદાર છે કે નહિ ? કદી તપાસ્યું ?
ઘોડો જો ઘોડસવારના તાબામાં ન હોય તો ? ઘોડેસવારની હાલત શું થાય ? મન
૨૨...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org