________________
* એકાસણાની ટેવ કદી છોડતા નહિ. અમે વર્ષો સુધી એકાસણા કરેલા છે. અઠ્ઠાઈના પારણે પણ એકાસણા, બેસણા તો બહુ ૐ સમર્જાવટ પછી આવેલા.
એક દીક્ષાર્થીએ પૂ. કનકસૂરિજીને કહેલું : બેઆસણાની છૂટ આપો તો આપની પાસે દીક્ષા લેવી છે.
“મારે કોઈ શિષ્યનો મોહ નથી. પૂ. જીત વિ.ની મર્યાદા પ્રમાણે અહીં તો એકાસણા જ કરવાના છે.’’
પછી તેમણે બીજા સમુદાયમાં દીક્ષા લીધી.
એકાસણાની પદ્ધતિથી ઘણા દોષોથી આપણે બચી જઈએ. સ્વાધ્યાય વગેરે માટે ખૂબ જ સમય મળી શકે. ભોજન વગર તનને તૃપ્તિ ન થાય. તેમ સ્વાધ્યાય વિના મનને તૃપ્તિ
નથાય.
* કોઈપણ ક્રિયા વખતે આનંદ આવે તો સમજી લેવું મન સ્થિર થઇ ગયું છે. તે વખતે પ્રભુ મળી ગયા છે, એમ માનજો. કારણકે પ્રભુ-મિલન વિના આનંદ ક્યાંયથી આવતો નથી.
* મનની સ્થિરતાની ઘડીઓ ઘણી ઓછી હોય. છાપા વગેરે મનને વિક્ષિપ્ત કરનારા પરિબળો છે.
વિ. સં. ૨૦૨૨માં ભૂજમાં કોઈ ભાઈએ મને કહેલું : તમે છાપા તો વાંચતા નથી. એ વિના વ્યાખ્યાનમાં તમે શું કહેશો ? વ્યાખ્યાનકારોએ તો ખાસ છાપ વાંચવા જોઈએ.
મને એ મગજમાં બેસી ગયું. મેં છાપા વાંચવાનું શરૂ કર્યું; પણ મારું મન અનેકાનેક વિચારોથી ઘેરાઈને વિક્ષિપ્ત બનવા માંડ્યું. છાપા એટલે આખી દુનિયાનો કચરો ! મને લાગ્યું : આમાં મારું કામ નહિ. મેં છાપા વાંચવાનું બંધ કર્યું.
લોકોને ગમે એવું નથી બોલવાનું. ભગવાનની વાત કહેવાની છે. જીવનમાં ભાવિત બનાવીને કહેવાની છે. એની અસર કોઈ જુદી જ પડે.
પૂ. પ્રેમસૂરિજી. વ્યાખ્યાનકારોને કહેતા : અલ્યા, આમાં આગમની વાતો તો કાંઈ ન આવી.
અમદાવાદમાં હું બે વાર વ્યાખ્યાન આપવા માંડ્યો. કોઈએ કહ્યું : બંધ કરો. એકવાર વ્યાખ્યાન બસ છે. લોકો કંઈ પામી જવાના નથી.
બોલવાથી ઉર્જા ઘણી વપરાય છે. મૌનથી ઉર્જા બચે છે. એ વાત મોટી ઉંમરે
સમજાય છે.
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
... ૧૭
www.jainelibrary.org