________________
શસ્તવમાં ૨૭૫ જેટલા ભગવાનના વિશેષણો બતાવેલા છે. એકેક વિશેષણ ભગવાનની અલગ અલગ શક્તિઓને બતાવનારા છે.
કિત્તિય, વંદિય, મહિયામાં પ્રભુની નવધા ભક્તિનો સમાવેશ છે. મનને વશ કરવા સાધક પોતાની રુચિ અને શક્તિ પ્રમાણે કોઈપણ વિહિત માર્ગે જઈ શકે.
* જે સ્તવન બોલતાં ખૂબ જ આનંદ આવે, મન સ્થિર બને, રસ તરબોળ બને તે સ્તવન છોડતા નહિ. ઘણા મને પૂછે છે “પ્રીતલડી બંધાણી રે...” આ સ્તવન રોજ કેમ બોલો છો?
હું કહું છું: આ સ્તવનમાં મારું મન લાગે છે. આનંદરસમાં તરબોળ બને છે, માટે ગાઉં છું.
* પૂર્ણતા છે નહિ, પછી અભિમાન શાનો? અપૂર્ણને અભિમાન કરવાનો અધિકાર નથી. જ્યારે પૂર્ણને તો અભિમાન આવે જ નહિ.
* ગોચરી જનાર સાધુ પણ વગર બોલ્ય કેટલાયને ધર્મ પમાડી દે. એમની નિર્દોષ ચર્ચા અને નિર્વિકાર ચહેરો જ કેટલાય લોકોની ધર્મ-પ્રાપ્તિનું કારણ બની જાય.
શોભન મુનિની ગોચરી – ચર્યાથી જ ધનપાલધર્મ પામ્યો હતો. ગોચરી વહોરતા મુનિની નિર્વિકારતાથી જ ઈલાચી વળી બન્યા હતા.
* પૂ. દેવેન્દ્રસૂરિજીનો સ્વાધ્યાય પ્રેમ જબ્બર..! કાચલી લઈને માત્ર કરવા જાય ત્યારે પણ સ્વાધ્યાય ચાલુ જ ! છેલ્લી જીંદગી સુધી ૩-૪ હજારનો પ્રતિદિન સ્વાધ્યાય કરતા. ૧૦૦-૧૦૦ ગાથાના સ્તવન- સજઝાય તેમને કંઠસ્થ હતા. | * પ્રતિક્રમણાદિ વિહિત ક્રિયા છે. મનને સ્થિર કરવાના એમાં ઉપાયો છે. એમાં રસ કેળવી જુઓ. ખૂબ જ આનંદ આવશે.
એક લોગસ્સ બોલતાં કેટલો આનંદ થાય? મારા ભગવાન કેવા? આખાય લોકમાં અજવાળું ફેલાવનાર! ધર્મતીર્થ કરનાર!
ગણધરોએ જે સૂત્રોની રચના કરી એ કેવા પવિત્ર અને રહસ્યપૂર્ણ હશે! આટલું જ વિચારો તોય કામ થઈ જાય.
તમે પ્રતિક્રમણમાં વેઠ વાળો છો. તમારી ક્રિયાને જોઈને લોકોને પણ થયું શું પડ્યું છે પ્રતિક્રમણમાં? ચડાવો અભાઈ પર.
આપણી આનંદભરી ક્રિયાઓ જોઈને બીજાને સ્વયંભૂ પ્રેરણા મળવી જોઈએ.
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org