________________
શુક્ર, ૯-૭-૯૯, હિં. જે. વ. ૧૧
* જગતના સર્વ જીવો સાથે એકતાનો ભાવ જેણે કેળવ્યો નથી, તે પ્રભુને સાચા અર્થમાં ભજી શકે નહિ, પરમાત્મા બની શકે નહિ. પરમાત્મા તો શું, મહાત્મા પણ બની શકે નહિ.
* અન્ય દર્શનોમાં પણ ખૂબ જ શુદ્ધ, સ્વીકારી શકાય તેવા વિચારો મળે છે, તેનું કારણ આ પણ એક હોઈ શકેઃ ઋષભદેવ સાથે દીક્ષિત કચ્છ-મહાકચ્છ પછીથી તાપસ બની ગયા. એમની તાપસી પરંપરામાં આદિનાથની ભક્તિરૂપે જિન-ભક્તિ મળી આવે તેમાં આશ્ચર્ય નથી.
* મન ભળ્યા વગરની દ્રવ્ય – નિર્જરા. મન ભળે તો જ ભાવ – નિર્જરા થાય. કોઈપણ ક્રિયામાં મન ભળે તો જ પ્રાણ આવે. મન જ પુણ્ય કે પાપની ક્રિયાઓનો પ્રાણ છે. ધર્મ ક્રિયામાં મન નહિ તો તે નિષ્ફળ છે. પાપ-ક્રિયામાં મન નહિ તો તે પણ નિષ્ફળ છે. પણ આપણી મોટાભાગની ધર્મક્રિયાઓ મન વગરની અને પાપ ક્રિયાઓ મન સહિતની છે. પાપક્રિયામાંથી મનને ખેંચીને ધર્મક્રિયામાં લગાવી દો. બેડો પાર !
* તામસ મન નિદ્રાળુ હોય છે. રાજસ મન ચંચળ હોય છે. સાત્વિક મન સ્થિર (સ્થિતપ્રજ્ઞ) હોય છે.
કાંઈક કૌતુક આવ્યું હોય તો તામસી કે સાત્ત્વિક જોવા નહિ જાય, કારણકે એક પ્રમાદી ને બીજો સ્થિતપ્રજ્ઞ છે. રાજસી જશે. કારણકે મનની ચંચળતા છે. તામસી અને સાત્વિક બન્ને સ્થિર લાગશે, પણ બન્ને વચ્ચે આભ-ગાભ જેટલો ફરક છે. એકમાં સુષુપ્તિ છે. બીજામાં જાગૃતિ છે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org