________________
શુઝ, ૧૦-૭-૯૯, દ્વિ. જે. વ. ૧૨
* પરમાત્મા પ્રત્યે ભક્તિ બહુમાન વધે તેમ તેમ આપણામાં ગુણો પ્રગટ થતા જાય. કોઈ સામાન્ય માણસની સેવાથી પણ ગુણો વધે તો પ્રભુની સેવાથી શું થાય? ગુણો બહારથી નથી આવતા, અંદર જ પડેલા છે. માત્ર આપણે તે અનાવૃત કરવાના છે.
* બાહ્ય ઝાકઝમાળ માટે જ જો આપણને ગુણો જોઈતા હોય તો આપણી વચ્ચે અને અભવ્ય વચ્ચે કશો ફરક નથી.
ગુણોના આવિર્ભાવની નિશાની આનંદનો અનુભવ છે. સંક્લેશ દુર્ગુણોની નિશાની છે. બાહ્ય પદાર્થસંપત્તિની પ્રાપ્તિમાં થતો “આનંદ', આનંદનથી, પણ મોહરાજાની લોભામણી જાળ છે, રસઋદ્ધિ કે સાતાગારવની એ જાળ છે. એમાં આસક્ત થઈને કેટલાય મહાત્માઓઅવગતિ પામ્યા છે. શાસન-સેવાના બદલેજોઆપણે સ્વ-ભક્તિમાં એને ફેરવી દઈએ તો મોહરાજાની ચાલમાં ફસાઈ ગયા છીએ એમ જાણવું.
* દુઃખભાવિત જ્ઞાન પરિપકવ કરવા માટે પરિષહો સહન કરવા જરૂરી છે. અજ્ઞાની હાયવોયથી ભોગવે છે. જ્ઞાની આનંદપૂર્વક ભોગવે છે. ભગવાન પણ જે પરિષહ સહે તેમાં જરૂર કોઈ રહસ્ય હોવું જોઈએ.
* ઘણા કહે છે: “હુંમાળા નહિ ગણું. કારણ મન સ્થિર નથી રહેતું.” પણ મન સ્થિર ક્યારે શહેશે? માળા ગણશો તો ક્યારેક એકાદ નવકારમાં મન સ્થિર થશે. પછી ધીરે ધીરે આગળવધાશે. જો સીધું જ મન એકાગ્રબની જતું હોય તો ઉપા. યશોવિજયજી મનના પાંચ પ્રકાર બતાવત નહિ “એકાગ્ર” મન એ તો મનનો ચોથો પ્રકાર છે.
૧૬ ••• Jain Education International
..... કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org