________________
આપણા સંસારમાં આપણી ધારણા કે ગણતરી પ્રમાણે કેટલું બને છે! જરા શાંત ચિત્તે તપાસવા જેવી બાબત છે. જવા અમુક જગ્યાએ નીકળ્યા હોઈએ અને જવું બીજે જ પડે. લેવા કાંઈક નીકળ્યા હોઈએ, અને કાંઈક બીજું જ લઈને આવવું પડે અથવા પેલું મળે જ નહિ. ગમતું કાંઈ હોય અને આપણી નજર સામે જ તેને છોડવું પડે અને ન ગમતું હોય તેનો સ્વીકાર કરવો પડે. ગમતું મળશે જ નહિ તેની પાકી-પૂરી ખાતરી હોય અને ઓચિંતું જ તે જ આવી મળે. અમુક વ્યક્તિએ કે ઘરના સભ્યોએ મારી ઇચ્છા મુજબ - આમ જ – વર્તવું જોઈએ એવા આગ્રહમાં તે વટમાં આપણે રાચતા રહીએ અને તે જ લોકો તેનાથી સાવ વિપરીત કે જૂદું વર્તન કરે. આપણું ગમતું ન થાય અને ન ગમતું થાય જ.
- આવા પ્રસંગો આપણા જીવનમાં, ખરેખર તો આપણા રોજિંદા વ્યવહારમાં, કેટલા આવે? કેટલીવાર આવે?
- ટૂંકમાં, ઇચ્છીએ તે ન થાય, ન મળે, અને ન ઇચ્છીએ તે જ થાય, તે જ મળે! આ છે આપણી જિંદગી. આપણા જીવનની ઘટમાળ.
સવાલ એ થાય છે કે, આ ઘટમાળ આપણને જચે છે ખરી? આ ઘટમાળના પ્રતાપે રાત દહાડો ઉગ કે સંતાપ કે ક્લેશ જ જીવતાં હોઈએ એવું તો નથી બનતું ને? તપાસનો મુદ્દો આ છે.
ધાર્યું ન થવું અને અણધાર્યું થવું, તેનું નામ જ “જીવન” છે. આવા જીવનમાં, ડગલે ને પગલે અણધાર્યું થતું રહે ત્યારે, ઉદ્વેગ અને ક્લેશ ન આવે, ન થાય, એવું તો કેમ બને? વસ્તુતઃ ઉગ જ વધારે થાય છે. આ ઉદ્વેગ કે ક્લેશ – એ જિંદગી જીવવાની મજા મારી નાખે છે. જીવનની રોનક (ચાર્મ) જાણે કે એને કારણે નષ્ટ થઈ જતી જણાય છે.
આ મજા, આ રોનક પાછી આવે, અથવા જાય જ નહિ, તે માટે શું કરવું? એવું શું કરીએ કે જેથી જીવનની મજા ટકી રહે, અને જોખમાય જ નહિ?
આનો જવાબ, બહુ બહુ વર્ષોના મંથન અને અઢળક અનુભવોને પરિણામે, એટલો જ જડે છે કે, “પ્રત્યેક પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખી જાવ, ઉગ નહિ આવે - કદીય.'
સ્વીકાર એટલે પોતાની ઇચ્છા કે અનિચ્છાને ગૌણ બનાવવી. સ્વીકાર એટલે પોતાના આગ્રહોને હળવા-શાંત પાડવા અને પોતાની માન્યતા કે.