________________
આવનારા રાજકારીઓ અને બુદ્ધિજીવીઓ પણ, જૈનોની અહિંસાવૃત્તિને ભીરુતાડરપોકપણું જ સમજે છે અને વર્ણવે છે, તે આ તકે ખાસ નોંધવાપાત્ર છે. જયારે ઉત્તરી ભારતમાં શંકરાચાર્યે તો દક્ષિણ ભારતમાં બસવેશ્વરે તલવારના જોરે અને સહારે ધર્મયુદ્ધ ખેલ્યાં, ત્યારે લાખો જૈનોને તે બધાએ બળજબરીથી “શૈવ ધર્મી બનાવ્યા’ – વટલાવ્યા જ છે, તે ઐતિહાસિક તથ્ય છે. પરંતુ ત્યારે પણ જૈનોએ ક્યાંક બચાવ કર્યો હશે પણ વળતા પ્રહારો અને વટલાવવાની પ્રવૃત્તિ - આ જૈન ધર્મે નથી જ કર્યું. જૈનો અહિંસામાં માત્ર માનતા જ નથી. આચરણમાં પણ તેઓ અહિંસાપ્રધાન જ હોય છે. પરંતુ જેઓની વાણીમાં અહિંસા અને હૈયામાં હિંસા હોય તેઓને આ તથ્યો ન સમજાય એવું નહિ, પણ લક્ષ્યમાં લેવાનું પાલવે જ
નહિ.
૨. જગતના અને ભારતના પણ, જૈન નહિ તેવા તમામ ધર્મોએ પોતાનો વ્યાપ વધારવા માટે, એક યા બીજા પ્રકારે, આ કે તે સમયે, હિંસાનો આશરો લીધો જ છે. જૈન (અને મોટાભાગે બૌદ્ધ ધર્મ તેમાં અપવાદ ગણાય. સંખ્યાબળ અને વ્યાપ વધારવાની વૃત્તિ તેમજ બીજા ધર્મ/ધર્મોને જૂઠા માનીને તેનું નિકંદન કાઢવાની વૃત્તિ એ સ્વયમેવ “પાપ”, “અધર્મ', “અનર્થ વૃત્તિ છે. ધર્મ સાથે તેને બાપે માર્યા વેર ગણાય. આવી વૃત્તિને પણ ધર્મ સમજવામાં – ગણાવવામાં આવે, તો “અધર્મ કોને ગણીશું? તમામ ધર્મના. શાસ્ત્રો તથા પ્રણેતાઓ નિંદા, ધૃણા, ઈર્ષા, દ્વેષ, અહં અને મમ - આ બધી વૃત્તિઓને પાપ અને અધર્મ તરીકે જ ઓળખાવે છે. આ જ વૃત્તિઓ, અન્ય ધર્મો પ્રત્યે પ્રયોજવામાં આવે ત્યારે તે ધર્મ કેવી રીતે બની જાય? અને છતાં અહીં તો ધર્મના નામે જેહાદ, ક્રઝેડ અને લડાઈઓ થતી જ રહે છે!
• આગળ ૪ વેદ, પાછળ બાણ ચડાવેલું ધનુષ્ય : કાં “વેદાને સ્વીકારો, કાં મરણને. • આગળ કુરાન હશે, અને પાછળ ખુલ્લી તલવાર • આગળ ગ્રંથસાહેબ હોય, તો પાછળ કિરપાણ; આગળ બાઈબલ રહે, અને પાછળ ભયાનક હથિયારો; જે ગમે તે સ્વીકારી લેવાનું પસંદ અપની અપની. તો આવી હિંસક પદ્ધતિને અને પ્રવૃત્તિને “ધર્મ કેવી રીતે કહી શકાશે? આ બધું ધર્મના નામે-નિમિત્તે ભલે થતું હોય, પરંતુ “ધર્મ' પોતે આવું બધું કરવાનું શીખવતો નથી જ. આ બધું શીખવનારા તો “ધર્મના બળાત્કારીઓ – “અધર્મી
વિહાયાત્રા