________________
હશે; તેવાં અનુષ્ઠાનોમાં ભાગ પણ લીધો હશે. હવે આ વ્રતગ્રહણરૂપ અનુષ્ઠાનનો પણ લાભ લેવા યોગ્ય છે. પેલાં પ્રાસંગિક અનુષ્ઠાનથી તમારું ધન, અને તપૂરતું કદાચ મન-તન પણ ધન્યતા પામ્યું હશે. પરંતુ આ અનુષ્ઠાનથી તો તમારું સમગ્ર જીવન ધન્ય, કૃતાર્થ અને સફળ બનશે, અને તે પણ કાયમને માટે.
તો આ પત્ર વાંચીને તમારી નજદીકના ધર્મસ્થાનમાં બિરાજતા સંયમધર પૂજ્યોનો સંપર્ક કરજો, વિશદ સ્વરૂપ સમજી લેજો, અને પછી પોતાની ભૂમિકા તથા ક્ષમતાને અનુરૂપ એવાં ને એટલાં શ્રાવકોચિત વ્રતો અવશ્ય ગ્રહણ કરજો .
(મહા-૨૦૫૯)
'