________________
અન્યનાં નહિ. અને ગુણગાનમાં તો જેવું સ્વરૂપ જે દેવનું હોય તેવું જ વર્ણવવું પડે, એ આપણી કવિ-મર્યાદા છે તે તો જાણો જ છો ! છતાં મને સમજાવો કે આમાં મેં અયોગ્ય શું કહ્યું? કવિરાજ કહે : મહારાજ! અમારું મૃત્યુ હવે નજીકમાં છે. હવે તો અમારે પરમબ્રહ્મનું ધ્યાન સાધવું છે, અને મુક્તિપદ મેળવવું છે; એ સાંપડે એવું કાઈક સંભળાવો તો સારું લાગે. સૂરિજી તો આ ક્ષણની જ પ્રતીક્ષામાં હતા. તેમણે કહ્યું કે ‘તમારી એવી રુચિ છે તો હું એવા તત્ત્વનાં ગુણગાન સંભળાવું.' અને તેમને ‘વીતરાગ’નું સ્વરૂપ વર્ણવતું કાવ્યગાન ચાલુ કર્યું, જેનો ભાવ આવો હતો :
‘હે વીતરાગ !
કરુણાના તરંગો વહાવતી તમારી અદ્ભુત ષ્ટિ;
સૌમ્ય-શાન્ત રસ છલકતું તમારું મુખડું,
નિષ્પાપ અને પ્રશાન્ત આચરણ;
શાન્ત, શિથિલ અને સ્વસ્થ આસનપદ્ધતિ;
પ્રસન્ન-પુલકિત કાયા;
આ બધું અવલોકતાં અમને પ્રતીતિ થઈ રહી છે કે
ખરેખર, જન્મ - જરા- મૃત્યુમય સંસારભ્રમણનું નિવારણ કરવાનું સામર્થ્ય જો કોઈમાં હોય તો તે તમારામાં - વીતરાગમાં જ સંભવે છે, અન્યત્ર ક્યાંય એ સામર્થ્ય અને આ સ્વરૂપ હોઈ ન જ શકે.’
આ સ્તુતિ સાંભળતાં જ કવિ ઉત્સાહથી ઉછળી પડ્યા. તેમણે સૂરિજીને પૂછ્યું : મહારાજ! આવા સ્વરૂપવાળા વીતરાગ ક્યાં મળે? મને ઓળખાવશો? દેખાડશો?
સૂરિજીએ કહ્યું : કવિરાજ ! આ વીતરાગ તાત્ત્વિકરૂપે તો મુક્તિપદમાં પ્રતિષ્ઠિત છે, પણ મૂર્તિરૂપે મંદિરમાં જોવા અવશ્ય મળે, તમને જિજ્ઞાસા હોય તો ચાલો મારી સાથે, હું તે સ્વરૂપનાં દર્શન કરાવી શકીશ.
કવિ તત્ક્ષણ તૈયાર થઈ ગયા. સાથે તેમનો શિષ્યગણ પણ તૈયાર થયો બધાને લઈને ગુરુ આમ રાજાએ બંધાવેલા જિનાલયે ગયા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના પ્રશમરસનિમગ્ન, ધ્યાનમુદ્રાએ સ્થિર એવા સોહામણા જિનબિંબનાં દર્શન કરાવ્યાં. વાતિ કવિ તો બિંબને નીરખતાંવાર બોલી ઉઠ્યા કે ‘ આ દેવનો આકાર જ સૂચવે છે કે, એ ‘નિરંજન-વીતરાગ’ દેવ છે.’
ધાર્મિક