________________
રોકવાને બદલે ડરના માર્યા મૂંગો સાથ આપે ! આવું જોવા મળે ત્યારે સમજાય કે ૭ ભવનાં પાપ ભેગાં થયાં હોય તો આવા વહીવટ કરવાનો લાભ (!) મળે.
વસ્તુપાળને ધર્મનો અને દેશનો સદાચાર તથા નીતિથી ભરેલો વહીવટ કરવામાં પણ પોતાના આત્માનું ગુમાવતા હોવાનું લાગતું હતું. જ્યારે અહીં આપણને ઘરથી માંડીને દેરાસરસંઘ સુધીના તમામ વહીવટમાં તથા કામકાજમાં સ્વચ્છંદ વર્તન, ઉદ્ધતાઈ, અનાચાર, અવિવેક, દેવ, ગુરુ, સંઘ, વડીલો, સાધુ - સાધ્વી આદિનો અનાદર, આ બધું જ અપનાવવા-આચરવા છતાં એમ લાગે છે કે, આપણે જ સારા અને સાચા છીએ અને આ રીતે જ આપણું કુશળ થશે. આ સંદર્ભમાં,
ખોટો માણસ + સારો હોદ્દો = નિકંદન સારો માણસ + નબળું સ્થાન = આબાદી. આ સમીકરણો યાદ રાખવા જેવાં ખરાં.
અસ્તુ. પર્યુષણ મહાપર્વ આવે છે. તેને આરાધવાનો અને વધાવવાનો એકજ માર્ગ છે. મનમાં કૂણી કૂટીને ઠાંસેલા દ્વેષ, ઈર્ષા, ક્રોધાદિ કષાયો, અહંભાવ, વિકારો - આ બધાં અશુભ તત્ત્વોને ઉખેડવા માંડો, ખોતરી ખોતરીને બહાર ફગાવી દો. આપણે કોઈનું ય ખરાબ કરવું નથી. દરેકનો હિસાબ જોનારોલેનારો કર્મરાજા બેઠો જ છે. કર્મસત્તાએ કરવાનું કામ આપણે માથે લઈને ફરવાની ટેવ પાડી છે તે આ વેળા છોડી દઈએ. આરાધના જ આરાધનાથી આ દિવસોને છલકાવી દેજો.
(ભાદરવો, ૨૦૫૭)